Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ હોય, તો તે પણ વાજબી નથી તેમ કહેવું, એ કેટલું બધું બેહૂદું અને સ્વાતંત્ર્ય તથા પ્રગતિનું રોધક છે, એ ખાસ વિચારણીય છે. કાયદાનો વિરોધ શા માટે? - હવે એ પત્રકાર એવો કાયદો ન થાય, એવી પેરવી કરનારાઓને ઉદ્દેશીની લખે છે કે – ૭. ‘આ કાયદો સર્વ ધર્મ અને સંપ્રદાયો માટે લાગુ થઈ શકે. તેવો સર્વસાધારણ સ્વરૂપનો હોવા છતાં માત્ર જૈન કોમના એક ભાગમાં આથી ભાગવતી દીક્ષા અને ધર્મગુઓના હક્ક ઉપર રાજ્યનું આક્રમણ થાય છે, એવી ગેરસમજથી આ કાયદો નહિ થાય તેવી હિલચાલ શરૂ થઈ છે અને અમદાવાદમાં તો તે માટે એક સમિતિ પણ નિમાઈ છે. અમે ઇચ્છીએ છીએ કે સમજુ અને શાણા જૈન કોમના નેતાઓ-શ્રાવકો તેમજ ધર્મગુરુઓ આ બાબતમાં ધાર્મિક લાગણી કે હક્કનો સવાલ ઊભો કરવાની ગેરસમજ નહી કરતાં-સગીર બાળકોના રક્ષણની પવિત્ર ફરજનો ધર્મ, નીતિ, વ્યવહાર તેમજ કાયદાની દૃષ્ટિએ ગંભીરપણે વિચાર કરશે.' આપણે કહીએ છીએ કે ગંભીરપણે વિચાર કરીને જ પ્રયત્ન આરંભાયો છે. કોઈ પણ આગેવાન જરા પણ ગેરસમજથી દોરવાયેલ નથી, કેમ કે આ કાયદાથી ધર્મગુરુ, વાલી અને સગીર, બધાનાં હિત ઉપર આક્રમણ થાય છે. આ કાયદો ન હોય તો જ સગીર બાળકનું હિત જળવાઈ શકે તેમ છે અને એથી જ એનો વિરોધ વાજબી છે અને તેના માટે ઉદ્યમ થાય છે અને કરીશું, એવી જાહેરાત કરીએ છીએ. સગીરોનું રક્ષણ ક્યાં હોય? હવે એ પત્રકાર છેલ્લે છેલ્લે કાયદાનું આખું સ્પષ્ટીકરણ કરે છે કે ૮. આ પ્રતિબંધથી કોઈ પણ સગીર બાળકોને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની દીક્ષા આપી, કાચી અણસમજુ વયે તેને સંસારત્યાગ કરાવવામાં ન આવે અને ધર્મ કે કાયદા વિરુદ્ધના તેવા કાર્યમાં કોઈ મા-બાપ, વાલીઓ કે અન્ય કોઈ સાચી શ્રદ્ધા કે ખોટા સ્વાર્થથી સંમતિ યા મદદગારી ન આપી શકે તે હેતુ છે. સગીરના ભાવિ હિત અને હક્કનું રક્ષણ કરવું તે મા-બાપોની જ નહિ પણ કોમ, સમાજ અને તેથી આગળ વધી છેવટે સરકારની પણ ફરજ છે. અને તે ફરજ બજાવવા મા-બાપો અને સમાજનેતાઓ નિષ્ફળ જવાથી, લોકોની માગણીઓથી રાજ્યને આવો કાયદો કરવાની જરૂર જણાય છે. તેમાં ( ૧૦-જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ 2 . ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38