Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ મનોદશા હાલના વિચારસ્વાતંત્ર્ય અને પ્રગતિના નવયુગમાં ખરેખર દિલગીરી ઉપજાવે તેવી છે.” આ યુગ, સ્વાતંત્ર્ય અને પ્રગતિનો છે, તો એવા યુગમાં આ મુસદ્દા સામે વિરોધ થાય, એમાં દિલગીર થવા જેવું શું છે ? એનો વિરોધ, એ સ્વાતંત્ર્ય અને પ્રગતિને ટેકો આપે છે કે અટકાવે છે? પણ જ્યાં એક જ ધૂન હોય કે યુગધર્મને પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, પણ ગમે તે ભોગે આ કાયદો પસાર થવો જ જોઈએ, ત્યાં ગમે તે શબ્દોના ઓઠા નીચે આ કાયદો યોગ્ય છે, એટલું જ પુરવાર કરવાનું રહે છે. જો આ યુગને સ્વાતંત્ર્ય અને પ્રગતિનો માનતા હોઈએ, તો આ કાળમાં તો ઊલટા એવા કાયદા થવા જોઈએ કે સારા માર્ગે વાલીઓએ પોતાનાં બાળકોને ચડાવવાં જ જોઈએ અને ન ચડાવે તો રાજ્ય ખબર લેશે. આજે તે બાળકો પણ એ જ માગે છે કે અમે અમારી ઇચ્છા મુજબ કેમ ફરીએ, હરીએ કે કરીએ નહિ? જે યુગમાં હજારો બાળકો, રાજ્ય સામે જે રીતે પ્રજામાં બેદિલી ઉપજાવે એવાં ગાયનો ગાવાની છૂટ લેનારાં છે, એ જ યુગમાં આત્મકલ્યાણના માર્ગે જવાની ઇચ્છા થાય એ બાળક અને એના વાલીના હૃદયની સ્વતંત્રતા ઉપર તરાપ મારવી છે, તો આપણે પૂછવું પડશે કે “એ સ્વતંત્રતા મોઢે બોલવાની છે કે દયથી માનવાની પણ છે ?' માટે નવયુગને પણ જો બરાબર રીતે સમજવામાં આવે, તો આ કાયદાની આવશ્યકતા નકામી ઠરે છે. પણ દુઃખની વાત તો એ છે કે આ માર્ગ કરડો છે. દરેકેદરેક બાળકને આ માર્ગ પર રસ નથી થતો. પૂર્વે ધર્મની આરાધના ખૂબ ખૂબ કરી હોય અથવા લઘુકર્મી હોય એવાં બાળકોને જ આ માર્ગ પ્રત્યે પ્રેમ થાય છે. આ સંયમમાર્ગ કાંઈ સહેલો નથી. હરેક આત્માને એના પર પ્રેમ નથી થતો. મોટા મોટા બુઠ્ઠાઓ પણ આ માર્ગની વાત સાંભળતાં મોઢું કટાણું કરી દે છે. પૂર્વના સુસંસ્કાર હોય તેને જ એના પ્રત્યે પ્રેમ થાય છે અને એ રીતે જેને પૂર્વના શુભ સંસ્કારોના યોગે એ ઠીક લાગે, તેની સામે આડ કરવા કટિબદ્ધ થનારને એવો પ્રતિબંધ ન કરવાને સમજાવવા કોઈ પ્રયત્ન કરતું B ૧૨ પાસ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૦૫ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38