Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ એ કેસ બન્યો તે એના વાલીઓની હૃદયપૂર્વકની ઇચ્છાથી નથી બન્યો. એ કેસ બન્યા પછી છોકરાએ કોર્ટમાં ખુલ્લેખુલ્લું સૂચવ્યું કે મેં મારી રાજીખુશીથી દીક્ષા લીધી છે અને સાધુઓએ મને દીક્ષા લેવા કાંઈ પણ દબાણ કર્યું નથી.” દીક્ષા લીધાના છ-બાર મહિના પહેલાંથી એ છોકરો ઉત્તમ પ્રકારનું જીવન જીવતો હતો. કુટુંબીઓને માલૂમ હતું કે આ દીક્ષા લેવાનો છે. તે છતાં પણ પારકું શીખવેલું બોલે છે, એમ કહીને કોર્ટે એને ઘેર પાછો મોકલાવ્યો હતો. ઘેર પાછો ગયા પછી થોડો જ વખત ઘરમાં રહ્યા બાદ, વાલીઓની સમ્મતિપૂર્વક એ છોકરાએ ફરી દીક્ષા લીધી છે અને અત્યારે દીક્ષિત અવસ્થામાં મોજૂદ છે. આ દાખલા ઉપરથી નસાડવા, ભગાડવા, ફોસલાવવા, પટાવવાનો એક પણ આરોપ વાસ્તવિક રીતે પુરવાર થઈ શકે એમ નથી. છતાં આના ઉપર તો એ લેખમાં ઘણું લખી નાખ્યું છે અને કહે છે કે આ બાબતમાં સગીર બાળકોને રક્ષણ આપવા ખાસ કાયદો નહિ હોવાથી, ઘણા ધર્મગુરુઓ સામાન્ય ફોજદારી કે બીજા કાયદાઓની છટકબારીઓનો લાભ લઈ, સગીરોને ઉઠાવી, નસાડી, સાધુ બનાવી દેતા અને વૃદ્ધ મા-બાપોને રડાવી તેમની જિંદગી દુઃખી કરતા હતા.' આપણે એમ પૂછીએ છીએ કે શું રાજ્ય પાસે આવી રીતે ઉપાડી લઈ જનારનું રક્ષણ કરવા માટે કાયદાનું સાધન નથી ? એ સાધન ન હોય તો ચોટ્ટાઓ નહિ ઉપાડી જાય? સગીરોના રક્ષણ માટે રાજ્ય પાસે જોઈએ એટલાં સાધન છે. છતાં “નથી' એમ માની લઈએ. તો પણ ઉઠાવી જવાનો આરોપ પુરવાર ન કરે, ત્યાં સુધી આ કાયદાની આવશ્યકતા કોઈ રીતે કરી શકતી નથી. નવયુગ શું માગે છે? અત્યાર સુધી કાયદાની આવશ્યકતા સમજાવી લોકોને તેમાં સહકાર આપવાની વાત કરી. હવે એ પત્રકાર એક નવી જ વાત લખે છે– ૬. “આ નિબંધ સંબંધમાં કેટલાક તરફથી કંઈક ગેરસમજૂતી ફેલાવવાનો અને કાયદાને અમલમાં નહિ આવવા દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ ૧૦- નદીક્ષા અંગપ્રત્રકારોનું વલણ ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38