Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ક્ષયોપશમ અગર લઘુકમપણું થવાથી જે બાળકને ઇચ્છા થાય અને મા-બાપ એને સન્માર્ગે ચડાવવા તૈયાર થાય, તો પછી વિરોધ શો? આ કાયદાનો અર્થ તો એ થાય કે “સુસંસ્કાર પાડી બાલ્યકાળથી સારા માર્ગે ચડાવનાર યોગ્ય વાલીઓના હક્ક ખૂંચવી લેવા.” એ કઈ રીતે યોગ્ય છે? જે વાલીઓ પોતાના દીકરાઓને એવું શિક્ષણ આપે છે કે જેના પરિણામે એ એવા નીવડે કે જેઓ જેલમાં સબડે છે અગર રાજ્યને અને પ્રજાને ભયંકર જોખમરૂપ બને છે, જેઓ દંડ આપીને પણ બાળકને શિક્ષણ નથી આપતા, પોતાનાં બાળકોને દુનિયામાં પોતપોતાના ધંધા, રિવાજ અને કુટેવો શીખવે છે, મદિરાપાન કરનારાઓ, લૂંટારાઓ, ચોરો, અનીતિ અને અન્યાયખોરો, પોતપોતાના દીકરાઓને તે તે વ્યસનો શીખવી રહ્યા છે, એનું વાલીપણું ખૂંચવી લેવા માટે રાજ્ય તરફથી કાયદા કરવામાં આવ્યા છે કે? કાયદા તો ખરા તે થવા જોઈએ કે જેટલાં અધમ અને દુરાચારી કુળ હોય, એટલાનાં બાળક જન્મે ત્યારથી એનું વાલીપણું ખૂંચવી લેવું જોઈએ. પણ એવાઓનું વાલીપણું તો અખંડિત રહે ! એવાને તો ગુનો કરે, પકડાય અને પુરવાર થાય તો સજા અને દીક્ષા આપે એ મા-બાપને તો સીધી જ સજા ! બાર માસ અથવા એક હજાર રૂપિયા દંડ, અગર તે બને ! આવા એક કાયદાની આ પત્રકારે તરફદારી કરી છે, “થવો જોઈએ, એમ એ પત્રકાર કહે છે અને એમ થવું બહુ જરૂરી છે, એમ બધાને એ સમજાવે છે ! હવે આવો સગીરના હિતની વાત ઉપર : સગીર પાછો આવે તો શું થાય? હું એમ કહું છું કે મોટી ઉંમરનો દીક્ષિત થયેલો ન પળે ને પાછો આવે તો શું થાય ? બીજી વાત એ કે સગીર ઘેર ચાલી આવ્યો અને તેને વારસો ન મળ્યો, એવો એક પણ કેસ કોર્ટમાં નથી. એવો એક પણ બનાવ નથી. સગીર ઉંમરના દીક્ષા લીધા પછી પડી ગયાનાં દષ્ટાંત પ્રાયઃ શોધ્યાં પણ જડે એમ નથી. હજુ ઉંમરલાયક પતિત થઈને ઘેર આવ્યાનાં દૃષ્ટાંતો છે, પણ સગીરનાં દૃષ્ટાંતો મોટે ભાગે નથી. છતાં વર્ષોભરમાં એકાદ દાખલો બની જાય, એ કાંઈ દષ્ટાંતરૂપ લેવાય નહિ. અને એવા માટે તો જે બાળકો દ ૧૦-જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38