Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ચોમેરની માગણીમાં એક “મહાસુખભાઈ ! બીજા નંબરે હોય તો અમુક ગામના યુવક સંઘ'! ત્રીજા નંબરે હોય તો જેનસમાજનું નામચીન જૈન” છાપું ! અને બીજા કોઈ હોય તો તે પણ કોઈક જ !એ ચોમેરની માગણી. પણ આ બધાએ જાહેરમાં એવી માગણી કરી હોય એવું સ્પષ્ટ તો બહાર આવ્યું હોય, તેમ સ્મરણમાં નથી. છતાં ચોમેર માગણી, ભયંકર બદી, કેસો અને મારામારી, એ શબ્દો લખવા પડ્યા છે, કારણ કે એ ન લખે તો પહેલો ફકરો કિંમતહીન થઈ જાય છે. એટલે જેવી ઇમારત બાંધવી હોય એવો પાયો ચણવો જ જોઈએ. એક પાક્ષિક તરફથી માગણી થઈ એમ લખ્યું હોત તો હજુ માની લેત, પણ ચોમેરથી માગણી થઈ એટલે સર્વપક્ષીય માગણી જેવો અર્થ થાય છે. બદી, કેસ, મારામારી,-આ બધા એટલા ભયંકર કોટિના આક્ષેપો છે કે એને પુરવાર કરવા બનતી તક આપવી જોઈએ અને જો આવું જ બનતું હોય ને પુરવાર કરી દે, તો આપણે પણ કહીએ છીએ કે એ કાયદો થાઓ ! કેમ કે આ તો લુટારુ કામ થયું. એ આરોપો પુરવાર થઈ જાય તો કાયદા સામે બિલકુલ વિરોધ છે જ નહિ. માટે આપણે એમને કહીએ છીએ કે કાયદો કરાવવાની હોંશ હોય તો આ વસ્તુ પુરવાર કરો ! સગીરનું હિત બગડે છે? બીજી દલીલ આપે છે કે – ૪. સગીરના હિતની ખાતર આ કાયદાની આવશ્યકતા છે.' આપણે પૂછીએ છીએ કે આ માર્ગે વાલીઓ સગીરને ચડાવતા હોય, તો એમાં સગીરનું અહિત શું થાય છે ? આ જ રાજ્યમાં ફરજિયાત કેળવણીનો કાયદો થયો છે કે જે મા-બાપ પોતાના દીકરાને કેળવણી ન આપે એને દંડ કરવો. મા-બાપ કે બાળકની ઈચ્છા હોય કે ન હોય, છતાં ફરજિયાત કેળવણીનો કાયદો કરનાર રાજ્ય, ફરજિયાત નહિ પણ મરજિયાત, બાળકની ઈચ્છા કરાવીને, યોગ્ય મા-બાપ સન્માર્ગે ચડાવવાનો પ્રબંધ કરે, તો એમાં પ્રતિબંધ શું કામ કરે? દિક્ષા જેવી ચીજ ફરજિયાત લેવી જોઈએ, એવું તો કોઈ કહેતું નથી. પૂર્વના શુભ સંસ્કારો જાગે, કર્મોનો www. . પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ છે તે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38