Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ આ આક્ષેપ વ્યક્તિગત નથી, પણ દરેકેદરેક ધર્મગુરુઓ સામે આ આક્ષેપ થઈ જાય છે. આ નભાવી લેવામાં આવે, તો બધા જ સાધુઓ લૂંટારાની કોટિમાં જાય અને તો સાધુઓ માટે ઉપકાર કરવાનું ક્ષેત્ર બંધ થઈ જશે, કેમ કે એવા સાધુઓનો ઉપદેશ કેમ સંભળાય? અને એવાનો ઉપદેશ સાંભળવાથી ફાયદો પણ શું ? આ ભયંકર કોટિનો આક્ષેપ, એકેએક ધર્મના નાયકોને માથે ભયંકર જોખમ મૂકી દે છે. વડોદરા રાજ્યમાં પ્રમાણિક ગણાતા પત્રકાર જેવા એક જોખમદાર સ્થાનેથી આ લખાય છે, એટલે આનો આપણે આજે વિરોધ કરવો પડે છે. પુરવાર કરો! પહેલી વાત એ નક્કી કરવી જોઈએ કે જૈન સમાજમાં છેલ્લાં આઠ-દશ વર્ષમાં સદ્ગુરુઓના હસ્તે બાળદીક્ષિત સાધુ થયા કેટલા ? વધારેમાં વધારે શોધીએ તો સગીર વયમાંથી સરુના હસ્તે દીક્ષિત થયેલાનો છેલ્લામાં છેલ્લો આંક મારા સ્મરણ મુજબ પચીસથી વધુ તો નહિ જ નીકળી શકે. એમાંના જેટલા દીક્ષિત થયા છે, તે બધા એમના વાલીઓની આજ્ઞાપૂર્વકના છે. એક પણ આજ્ઞા વિનાનો નથી. આટલા પણ આઠથી દશ વર્ષમાં આંતરે આંતરે બને છે. એની સામે જે લખાય છે કે “ઘણા’ બને છે તો-ઘણા–એમ ક્યારે દેખાય ? રોજના રોજ બનતા હોય અગર ધાડોની ધાડો પડતી હોય, ત્યારે, પરંતુ એવો ખોટો દેખાવ કરવામાં આવે અને આની સામે કાંઈ કહેવામાં ન આવે, તો ખુદ રાજ્યમાં પણ શી અસર થાય? જો એમ ઘણા દાખલાઓ બનતા હોય, તો વડોદરા રાજ્યની કૉર્ટમાં એવા કેટલા કેસ હોત? અને વળી 'સારાં કુટુંબનાં લખે છે, તો એ કુટુંબના માણસો એવી રીતે દીક્ષા આપી દેનારને છોડે ? આપણે પૂછીએ છીએ કે કૉર્ટમાં એવા કેટલા કેસ આવ્યા અને કેટલા સાધુઓને સજા થઈ ? આમાંનું કશું જ નહિ બનવા છતાં પણ એમ લખવામાં આવે છે, તો એમ કહેવું જ પડશે કે રાજ્ય અને એના અમલદાર વર્ગને ગેરસમજૂતીમાં મૂકવા માટે ઇરાદાપૂર્વક જ આવું પ્રચારકાર્ય થાય છે. એ ન થાય એ માટે “સયાજીવિજય' પત્રના અધિપતિને આપણે પૂછીએ છીએ કે ગુજરાતમાં તેમજ વડોદરા રાજ્યમાં ઘણા દાખલાઓ બન્યાનું કહો છો, તો કેટલા - ૬ . પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38