Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ગમે એટલી મોટી ઉંમર પછી પણ પાપ કરવાની જૈન શાસ્ત્ર છૂટ આપી નથી, ત્યાં તો વડીલોની આજ્ઞા અને શિખામણ માનવાનું કહ્યું છે, પણ જે આત્મા ઉત્તમ કાર્ય માટે જવા ઈચ્છતો હોય, તે વડીલોની અનુમતિ મેળવવા પ્રયત્ન કરે. મળે તો અનુમતિપૂર્વક અને ન મળે તો તે વિના પણ જાય; પરંતુ અત્યારે એક જ વસ્તુ હાથ ધરવામાં આવી છે અને તે એ કે સગીર અને એની અટકાયત. એનાં મા-બાપ અને વાલી ખુશીથી રજા આપે, તો પણ તેને દીક્ષા આપવી નહિ. એ વિચારના માણસોને આધીન થયેલા પત્રકારો એક જ વાત લખી રહ્યા છે કે “આજે સગીરની દીક્ષાથી ભયંકર અનર્થો થઈ રહ્યા છે.' આક્ષેપો જુદા છે ! વડોદરાથી તા. ૨૦ ઑગસ્ટ : ૧૯૩૧ના પ્રગટ થયેલા “સયાજી વિજય' પત્રમાં આ વિષયમાં તંત્રી સ્થાનેથી એક લેખ લખાયો છે, તેના પહેલા જ ફકરામાં એમ લખ્યું છે કે – ૨. “ગુજરાતમાં તેમજ આ રાજ્યમાં છેલ્લાં આઠ વર્ષથી એવા ઘણા દાખલાઓ બનતા સંભળાય છે કે જેથી સારાં કુટુંબનાં સગીર બાળકોની કાચી અને અજ્ઞાન બુદ્ધિનો ગેરલાભ લઈ, કેટલાક ધર્મગુરુઓ એ બાળકોને પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી મા-બાપ અને વાલીઓથી છાની રીતે સંસારત્યાગની દીક્ષા આપી ચેલા મુંડે છે યા સાધુ બનાવી દે છે.' આઠ-દશ વર્ષથી ઘણા દાખલાઓ બન્યા છે, એમ લખે છે અને આખા અગ્રલેખમાં એક જ દાખલો ટાંકે છે, અને એમાં પણ જે લખ્યું છે, એથી એ પુરવાર થઈ શકતું નથી કે પટાવી, ભગાડી, નસાડી, ફોસલાવી દીક્ષા દઈ દીધી છે. આવા ભાવવાળું આ લખાણ પહેલી જ વાર નથી, પણ પૂર્વે પણ થઈ ગયું છે. જ્યારે વારંવાર થવા માંડ્યું, તો આપણે જાહેર કરવું જ જોઈએ કે જે લખો છો તે પુરવાર કરો ! કેમ કે આ નાનોસૂનો આક્ષેપ નથી. આવા આક્ષેપ પુરવાર થયા હોય તો સાધુઓને સજા થયેલી જ હોય. પણ એવો એક પણ બનાવ બન્યો નથી, એ ઉપરથી સિદ્ધ જ છે કે સાધુઓ ઉપરના તે આક્ષેપો તદ્દન ખોટા છે. કોની ઉપર કઈ જાતના આક્ષેપ થાય છે એ સમજી શકાય એવી વાત છે. [ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ છે iiiiiiiiiiiiiii) IIT/ISTIONS Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38