Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ડુબાડનાર, પાયમાલ કરનાર અને અધોગતિએ પહોંચાડનાર મહા દોષો છે, એવું જગતમાં ક્યો બુદ્ધિમાન્ નહિ સ્વીકારે ? એનો ત્યાગ એનું જ નામ જૈનદીક્ષા. એની સામે આક્રમણ લાવવાનું કાંઈ પ્રયોજન છે ? નથી જ. તે છતાં રાજ્યો તરફથી પ્રતિબંધની વાતો થાય છે, એનું કારણ એ જ છે કે પાપની વૃત્તિથી ભારોભાર ભરેલા આત્માઓએ આજે એ સ્વપર તારક દીક્ષા સામે ખોટું પ્રચારકાર્ય આરંભ્યું છે, નહિ તો જૈનદીક્ષા, એ રાજ્ય તથા પ્રજા ઉભય માટે શાંતિને આપનાર છે. ખૂનીઓને રોકવા, જુઠ્ઠાઓને શિક્ષા કરવી, ચોરી કરનારાઓને પકડવા, જેની અને તેની જે અને તે વસ્તુ લૂંટનારાઓને રોકવા, એ કાર્ય, રાજ્યને જે કાયદા ઘડી કરવું પડે છે, એ કામ દીક્ષાથી સહેજે સહજ રીતે થાય છે. છતાં આડે આવે છે એવું જે સાંભળીએ છીએ, તેનું કારણ શું છે તે આપણે વિચારવું છે. ગેરસમજૂતી શાથી થાય છે ? વર્તમાનકાળમાં દુનિયાના પત્રકારો, વસ્તુસ્થિતિ સમજી સાચી જાહેરાત કરનારા હોય છે, એમ મનાયું છે; પણ જ્યારે એ જ પત્રકારો તંત્રીસ્થાનેથી સાચી વસ્તુના સ્વરૂપને ઉલટાવીને પણ વગર વિચાર્યે અને વગર તપાસ્યે આર્ટિકલો પ્રગટ કર્યો જાય, ત્યારે લોકો ઉન્માર્ગે જાય એમાં નવાઈ નથી. પત્રકારોને માથે મોટી જોખમદારી હોય છે. પોતાના પત્રમાં પારકે નામે પણ એક વાત પ્રગટ કરવી હોય, તો પણ તપાસ કરવી જરૂરી છે, તો પછી પોતાના હાથે, પોતાની જાતે અને પોતાના નામે એક વસ્તુ પ્રગટ કરવી હોય, ત્યારે કેટલી તપાસ કરવી જોઈએ ? છતાં નથી થતી, અને લખ્યું જવાય છે, એને અંગે જ ગેરસમજૂતીઓ ઊભી થતી જાય છે. પહેલી ગેરસમજ : ૧. દીક્ષાથી અનેક અનર્થો થાય છે. બાળકોના હિતનો સંહાર થાય છે.’ એવી એવી વાતો પત્રોના તંત્રીસ્થાનોથી પણ પ્રગટ થાય છે, એ આશ્ચર્યની વાત છે. જૈનદીક્ષા, એવી પરમપવિત્ર ચીજ છે કે જેની સામે કોઈથી પણ ટીકા થઈ શકે તેમ નથી. આથી એની સામે કાયદાની આવશ્યકતા નથી. જૈનદીક્ષા, ચાહે નાનો હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનુ વલણ ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38