Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ખરાબ થઈ ગયાં અને એનાં મા-બાપોએ રખડતાં મૂકી દીધાં, એના માટે રાજ્ય કયા કાયદા કર્યા છે ? માટે સગીરના હિતને અંગે જેટલી વાતો કહેવામાં આવે છે, એ બધી ખોટી ને બનાવટી છે. કાયદાની જરૂર છે? આગળ જતાં લખે છે કે પ. 'બ્રિટિશ ગુજરાતમાં પરદેશી અને વિધર્મી રાજસત્તા હોવાથી આવી બાબતમાં પગલાં લેતાં અચકાય તેથી તેવા કાયદા માટે આશા થોડી રહે છે, પરંતુ પ્રજાની સામાજિક, ધાર્મિક અને નૈતિક સ્થિતિ સુધારવા માટે આપણા શ્રી મહારાજા સાહેબ એક સ્વદેશી રાજકત તરીકે પોતાની પ્રજા પ્રત્યેનો પવિત્ર ધર્મ સમજતા હોઈ, આવી બાબતમાં સ્વાભાવિક રીતે જ આપણા રાજ્ય તેવો કાયદાનો મુસદ્દો ઘડીને પ્રજાની સૂચનાઓ માટે આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કર્યો છે.' આની સામે આપણે એમ કહીએ છીએ કે જે દિવસે રાજ્ય અને પ્રજાનો પવિત્ર ધર્મ શું છે, પ્રજાનું સામાજિક, ધાર્મિક અને નૈતિક હિત શી રીતે થઈ શકે, એ વાત રાજા અને રાજ્યાધિકારીઓ યોગ્ય ધર્મગુરુઓ પાસે સાંભળશે, તે દિવસે રાજ્યસત્તા સારી રીતે સમજી શકશે કે આવા એક કાયદાથી પ્રજાનું કોઈ પણ હિત સચવાતું નથી, પણ ઊલટું વાસ્તવિક હિતનું ખૂન થાય છે. જેઓ યોગ્ય આત્માઓને ધર્મમાર્ગે ચડાવનારા હોય, તેઓને આ વસ્તુ પુરવાર કરી આપવી એ કાંઈ જ કઠણ નથી. ધર્મના પ્રમાણિક નેતાઓને પૂરેપૂરી રીતે સંભળાય, તો આવા કાયદાથી પ્રજાનું હિત કોઈ પણ રીતે સાચવી શકાતું નથી, એટલું જ નહિ પણ પ્રજાહિતનું ઊલટું ખૂન થઈ જાય છે, એ વાત સમજાવી રહેલ છે. વડોદરાનો કેસ: હવે ઘણા દાખલાઓની વાતમાંથી ફક્ત એક જ દાખલો મળી આવે છે અને તેને આ અગ્રલેખમાં જેટલી થાય તેટલી ટીકાટિપ્પણપૂર્વક ટાંકવામાં આવે છે. ડભોઈનો છોકરો, છાણીમાં દીક્ષા અને વડોદરામાં કેસ. એ કેસને અંગે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કહીએ છીએ. ૧૦ પૂ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38