Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ બન્યા અને કયા કયા સારા કુળના છોકરાને નસાડી, ભગાડી અને ફોસલાવીને દીક્ષા આપી ? કાં તો આ વાતને પુરવાર કરી આપો કે સગીર વયનાં બાળકોને પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી, મા-બાપ અને વાલીઓથી છાની રીતે દીક્ષાઓ આપવામાં આવી હોય, અને એ પુરવાર ન કરી શકો તો અમે ભારપૂર્વક કહીએ છીએ કે આ એક જાતની ધર્મગુરુઓની ભયંકર બદનક્ષી છે. ધર્મગુરુઓને ભયંકર તરીકે ચીતરવાનો આ આક્ષેપ અમુક ઉપર નથી જતો પણ સર્વ ઉપર જાય છે અને આનો જવાબ લેવાનો સહુનો અધિકાર છે. તેમજ આનો વાજબી ઉત્તર ન આપી શકો, તો તમારો પત્રકાર તરીકેનો ધર્મ તમે ભૂલીને દુનિયાને ઉન્માર્ગે લઈ જનાર ઠરો છો. - ત્યાર પછી એ જ લેખમાં બાળકોને વૈરાગ્ય કેમ થાય ?' એમ કહીને તે વાતને ધૃણાજનક રીતે હસી કાઢવામાં આવે છે, પરંતુ એનો રદિયો આપણે હમણાં નહિ આપતાં અવસર આવ્યું પ્રમાણપુરસ્સર બતાવીશું. હાલ તો આપણે બીજા કેવા બનાવટી આરોપો ઉપજાવી કાઢવામાં આવે છે તે જ જોઈશું. આગળ ચાલતાં એ જ પત્રકાર લખે છે કે – ૩. “ધર્મના ઓઠા નીચે એ સંન્યાસ દીક્ષાનો બહોળો પ્રચાર વધવાથી ખુદ સગીરનાં વાલીઓ અને ધર્મગુરુઓ વચ્ચે ખુલ્લા ઝઘડા-મારામારી થઈ, પોલીસ અને ન્યાયની અદાલતોએ કેસ ચડવા માંડ્યા. એટલી હદ સુધી જ્યારે એ બદીએ આગળ વધી ગંભીર અને અનિષ્ટ રૂપ લીધું, ત્યારે પોકાર વધતાં સગીરના રક્ષણની ખાતર સરકાર વચ્ચે પડી. કાયદો કરવાની આવશ્યકતા ઘણાને જણાઈ હતી અને તેથી ચોમેરથી માગણીઓ થઈ હતી.' આમાં ધર્મગુરુઓ અને સગીરના વાલીઓ વચ્ચે ખુલ્લા ઝઘડા અને મારામારી થઈ. અને કેસો થયા, એવું જે લખવામાં આવ્યું છે, તો એવા દાખલાઓ બન્યા હોય તો એ લખનારે પુરવાર કરી આપવું જોઈએ. વળી બદી એટલે ચેપી રોગ તરીકે દીક્ષાને સંબોધવામાં આવે છે. એણે ગંભીર રૂપ લીધું હતું એટલે પોકાર વધી ગયો અને સરકારને વચ્ચે પડવાની ચોમેરથી માગણીઓ થઈ, એમ પણ કહેવામાં આવે છે. ૧૦ જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38