________________
સ્પૃહા-ઇચ્છા-તૃષ્ણા-આશા-આસક્તિ તે લોભ કહેવાય છે.
ક્રોધકષાય બહારથી દેખાતો કષાય છે. ક્રોધ કરનારને પણ પાછળથી કોઈકોઈ વખત પસ્તાવો થાય છે. શરી૨ તપી જાય છે. લોહી ઊકળી જાય છે. આડોશી-પાડોશી વચ્ચે પડીને પણ શાન્ત કરે છે. પરંતુ માન-માયા-લોભ આ ત્રણ અંદરના કષાયો છે. જીવ આ ત્રણ કષાયો કરે છે. અને તેમાં પોતાનું બુદ્ધિચાતુર્ય માને છે અને તેમાં પણ સત્તા અને સંપત્તિ ભળે તો આ કષાયો અમર્યાદિત થઈ જાય છે. કામકાજ કરે પોતાનાં અને નિકટના સગાના સ્વાર્થ માટે અને ગાય એવું કે હું તમારા ભલા માટે દોડું છું. પોતાની આત્મપ્રશંસા જોરથી ગાય. નબળા, ધાર્મિક અને ભાવિક માણસોનો પરાભવ કરવામાં જ પોતાની શક્તિનો ઉપયોગ કરે અને તેમાં જ પોતાની કુશળતાની સફળતા માને. આવા ભયંકર આ કષાયો છે. આચાર્યપદે બિરાજમાન આ કષાયોથી તદ્દન અલિપ્ત રહે છે. ધીર-વી૨ ગંભીર પ્રૌઢ સમભાવ-મુદ્રાવાળા હોય છે અને તેથી જ પ્રભાવસંપન્ન હોય છે.
આ ચાર કષાયોમાં પણ લોભનો અર્થ જોઈએ તેવો આપણે સમજ્યાં નથી, કારણ કે જે ધનની કરકસર કરે, સંગ્રહ કરે, બરોબર ખર્ચ ન કરે તેને જ લોભ પ્રાયઃ સમજીએ છીએ. અને ગમે તેટલું માણસ પાસે ધન હોય તોપણ તેના કરતા અધિક ધનવાળા તરફ જ તેની નજર હોય છે. તેથી પોતાનું ધન તે આત્માને ઓછું જ દેખાય છે. પચ્ચીસ-પચાસ લાખના આસામીને પણ કરોડવાળા કરતા ઓછું જ દેખાય છે. તેથી મારી પાસે ખાસ ધન છે જ નહિ; હું શેનો લોભ કરું ? લોભ તો પેલા કરોડપતિ કરે છે. એમ પોતે લોભ વિનાનો અને બીજા ધનવાનો બધા લોભવાળા એમ જ મનથી માની લે છે. એટલે પોતે પોતાની જાતને નિર્દોષ માની બીજાને દોષિત જ ગણે તેવી વાણી બોલે છે. પરંતુ લોભનો ખરો અર્થ ઇચ્છા, તૃષ્ણા, વાસના, સ્પૃહા છે. મનમાં કોઈપણ જાતના વિષયભોગની ઇચ્છા - તૃષ્ણા જાગે તે જ લોભ કહેવાય છે. માટે જ સૌ પ્રથમ હૃદયમાં લોભ (તૃષ્ણા) ઉત્પન્ન થાય છે. પછી તેને પૂરવા માટે બોલવા-વર્તવામાં માયા જન્મે છે. માયા સફળ થાય અને ધારેલી તૃષ્ણા પૂરી પાડી શકે તો માન આવે છે; અને માયા નિષ્ફળ જાય, ધારેલી તૃષ્ણા પાર ન પડે તો ક્રોધ આવે છે. આવી આ કષાયોની સહિયારી સોબત છે.
Jain Education International
૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org