________________
અલ્પ પણ તેનો ભરોસો કરવાલાયક નથી, માટે જીવનમાંથી બની શકે તેટલા દૂર કરવા પ્રયત્નશીલ થવું.
હવે નવ નોકષાય : જે કષાયસ્વરૂપ નથી, પરંતુ કષાયોના ઉત્તેજક છે. જેમ બે મનુષ્યો ચોરી કરવા ગયા. એક અંદર ચોરી કરે છે અને એક બહાર ખબર રાખે છે. તો દેખીતી ચોરી અંદર ગયેલો એક જ માણસ કરે છે. ' બહારવાળો ચોરી નથી કરતો. પરંતુ તે અંદરના ચોરને મદદગાર છે. પ્રેરક છે. તેવી રીતે નોકષાયો કષાયોના પ્રેરક છે. ઉદીપક છે. સહાયક છે. તેના ૯ ભેદો છે. (૧) હાસ્ય મોહનીય ઃ જે કર્મના ઉદયથી જીવને હસવું આવે તેવી
હાંસી કરવી, મઝાક કરવી, કોઈની ઉડાવવી, પટ્ટી પાડવી. આ બધા પ્રસંગો પ્રારંભમાં મીઠા લાગે પરંતુ અંતે એકબીજાને ખોટું
લાગતાં મહાન કષાય સર્જે છે. (૨) રતિ મોહનીયઃ રતિ એટલે પ્રીતિ, પ્રેમ કરવો, રાગ કરવો, સ્નેહ
બતાવવો. આ પણ પ્રારંભમાં મીઠો લાગે છે. પછી કામરાગ થતાં
જીવનું પતન થાય છે. (૩) અરતિ મોહનીયઃ અરતિ એટલે ઉદ્વેગ, કંટાળો, તિરસ્કાર, અપ્રીતિ.
આ અપ્રીતિ પણ પરસ્પર ક્લેશ કરાવનારી છે. (૪) શોક મોહનીય : અત્યંત શોક કરવો, દુઃખ લાગવું, છાતી ફાટ
રડવું, વિગેરે. (૫) ભય મોહનીય ઃ ડરવું, ડરપોકપણું, બીકણપણું, આ પણ જૂઠું
બોલાવે છે. (૬) જુગુપ્સા મોહનીય ? જુગુપ્સા એટલે અણગમો, નાખુશી ભાવ. (૭) સ્ત્રીવેદ : સ્ત્રીઓના જીવોને પુરુષની સાથેના સંભોગની જે
ઇચ્છાઓ થાય છે તે સ્ત્રીવેદ કહેવાય છે. અહીં શરીરનો આકાર
તે વેદ ન લેવો પરંતુ સંભોગની અભિલાષા તે વેદ સમજવો. - (૮) પુરુષવેદઃ પુરુષના જીવોને સ્ત્રીઓની સાથે સંભોગની જે ઇચ્છાઓ
થાય છે તે પુરુષવેદ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org