________________
દૃષ્ટાન્તમાં જેમ દોરડું બળવાનું કામકાજ પૂરેપૂરું થયું છે, ફક્ત કાળ જ ટૂંકો થયો છે તેવી રીતે આયુષ્યકર્મ પૂરેપૂરું જ ભોગવાય છે. માત્ર ભોગવવાનો કાળ જ ટૂંકાય છે. આ ભવનું આયુષ્ય પૂરેપૂરું ભોગવીને જ જીવ મૃત્યુ પામે
છે.
અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્યકર્મ જેટલું બાંધ્યું હોય તે આયુષ્યકર્મ તેટલા કાળ સુધી ભોગવાય, ગમે તેવા નિમિત્તો આવે પરંતુ ટૂંકા સમયમાં ન જ ભોગવાય તે અનપવર્તનીય આયુષ્યકર્મ, તીર્થંકર પરમાત્મા, ચક્રવર્તી, વાસુદેવો, બળદેવો, પ્રતિવાસુદેવો, તે જ ભવે મોક્ષે જનારા જીવો, યુગલિક મનુષ્ય તિર્યંચો, દેવતા અને નારકી-આટલા જીવોનું આયુષ્યકર્મ અનપવર્તનીય હોય છે. બાકીના મનુષ્ય તિર્યંચોનું આયુષ્ય અપવર્તનીય પણ હોય છે અને અનપવર્તનીય પણ હોય છે.
પ્રશ્ન : વીજળીના કરંટાદિ નિમિત્તથી ૬૦ થી ૧૦૦ વર્ષનું આયુષ્ય એકીસાથે મરતી વખતે ભોગવાઈ જાય, એટલે શું થતું હશે ? વધારે વેદના થતી હશે ? આટલું બધું આયુષ્યકર્મ ભેગું ભોગવે એટલે એકીસાથે શું અનુભવ થતો હશે ?
ઉત્તર : પીડા થવી એ આયુષ્યકર્મનો વિષય નથી, વેદનીયકર્મનો વિષય છે. આયુષ્યનો વિષય તો માત્ર ભવધારણીયતા (ભવમાં જિવાડવું એ જ) છે. જેથી જે આયુષ્યકર્મ આ આત્માને ૬૦ થી ૧૦૦ વર્ષ જિવાડનાર હતું તે જ આયુષ્ય ભેગું થઈ જવાથી ફક્ત હવે ૧ મિનિટ જ આ ભવમાં પકડી રાખે, ધારી રાખે. વધારે વખત ન રાખે એવો અર્થ કરવો. વધારે પીડા થવી તે
Jain Education International
આ કર્મનો વિષય નથી. વળી જે અપવર્તનીય (તૂટે એવું) આયુષ્ય હોય છે તે નિયમા ‘સોપક્રમી' જ હોય છે. સોપક્રમી એટલે કોઈ ને કોઈ નિમિત્તોવાળું. નિમિત્તોથી તૂટવાવાળું અને અનપવર્તનીય જે જે આયુષ્યકર્મ હોય છે. તે તે સોપક્રમી અને રુપક્રમી એમ બે જાતનું હોય છે. ભલે તૂટવાવાળું ન હોય તો પણ નિમિત્તવાળું પણ હોય અને વિના નિમિત્તવાળું પણ હોય છે. દા.ત., ખંધકમુનિના શિષ્યો ગજસુકુમાલમુનિ ઇત્યાદિનું આયુષ્ય આટલું જ હતું. તદ્ભવ મોક્ષગામી હોવાથી તૂટ્યું નથી. પરંતુ ધાણી અને માથા ઉપર આગની પાઘડી આદિ નિમિત્તો મળ્યાં છે, તેથી સોપક્રમી હતું અને તીર્થંકર
૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org