________________
અનુક્રમે સમ્યકત્વ મોહ, મિશ્ર મોહ અને મિથ્યાત્વ મોહ નામ પડે છે.
સમ્યકત્વ મોહનીયનો ઉદય ૪ થી ૭ ગુણઠાણામાં હોય છે. તેને ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો જીવ કહેવાય છે. મિશ્ર મોહનીયનો ઉદય ત્રીજા જ ગુણઠાણે હોય છે અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય ફક્ત પહેલા જ ગુણઠાણે હોય છે. ઉપશમ-સાયિક સમ્યકત્વવાળાને તથા સાસ્વાદનને આ ત્રણમાંથી એકનો પણ ઉદય હોતો નથી.
હવે ચારિત્ર મોહનીયનું વર્ણન સમજીએ.
આત્માના ચારિત્ર ગુણને મલીન કરે, નિદિત કરે, હલકું બનાવે એવું જે કર્મ તે ચારિત્ર મોહનીય કર્મ. તેના મુખ્યપણે બે ભેદ છે. (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય. કષ-સંસાર, આય-વૃદ્ધિ જેનાથી જન્મમરણની પરંપરા વધે, સંસાર વધે તેનું નામ કષાય. અને જે પોતે કષાય ન હોય પરંતુ કષાયને લાવે, કષાયને પ્રેરણા કરે, મદદ કરે તે નોકષાય કહેવાય છે. (૧) અનંતાનુબંધી : અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય
તે અનંતાનુબંધી. (૨) અપ્રત્યાખ્યાનીય : જે કષાયથી કોઈપણ જાતનું પચ્ચખાણ
ન આવે તે અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય : જે કષાયથી સર્વવિરતિ પચ્ચખાણ માત્ર
ન આવે તે પ્રત્યાખ્યાનીય. (૪) સંજવલનકષાય : જે કષાય આત્માને કંઈક ડંખે, કંઈક તાપ
કરે તે સંજ્વલન. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો ઉપરોક્ત ચાર ચાર પ્રકારના છે. એટલે કષાયોના કુલ ૧૬ ભેદ બને છે. તે ૧૬ ભેદો સમજાવવા માટે શાસ્ત્રમાં આ પ્રમાણે ૧૬ દૃષ્ટાન્તો આપેલ છે. (૧) જેમ હોડીથી પાણીને બે ભાગ થાય અને હોડી આગળ જાય
એટલે પાણી ભેગું થઈ જાય તેની જેમ જે એક દિવસ ક્રોધથી, ઝઘડાથી જુદા પડે અને બીજા-ત્રીજા દિવસે યાવત પંદર દિવસે પણ જલ્દી ભેગા થઈ જાય તે સંજ્વલન ક્રોધ કહેવાય છે. આ ક્રોધ જલની રેખા સમાન સમજવો.
८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org