________________
(૧૩) સ્વયંબુદ્ધસિદ્ધ : સ્વયં પોતાની મેળે બોધ પામી કેવળજ્ઞાન
પામે છે, જેમકે તીર્થકર ભગવન્તો. (૧૪) બુદ્ધબોધિતબુદ્ધિ : ગુરુથી ઉપદેશ પામીને કેવળજ્ઞાન પ્રાપ્ત
કરે છે, જેમ કે ગૌતમ સ્વામી. (૧૫) પ્રત્યેક બુદ્ધસિદ્ધ : સંધ્યાના વિખરાતા રંગતરંગ પાછળ
મૃતાવસ્થા આદિ બાહ્ય નિમિત્તોથી સંસાર અસાર જાણી વૈરાગ પામી કેવળજ્ઞાન
મેળવી મોક્ષે જાય છે, જેમ કે કરકંડ ઋષિ. ઉપર મુજબ મોક્ષે જતી વખતની પૂર્વાવસ્થાને આશ્રયી સિદ્ધ ભગવંતોના પંદર ભેદો કહ્યા છે. તે પંદરમાં પ્રથમના છ ભેદોમાં બે બે ભેદોના ત્રણ જોડકાં છે. અને પાછલા નવ ભેદોમાં ત્રણ ત્રણ ભેદોના ત્રણ જેડકાં છે. કુલ ૩ + ૩ = ૬ જાડકાં છે.
મોક્ષમાં જતા જીવો કર્મથી અને શરીરાદિ સંસારના બંધનથી મુક્ત થાય છે. પરંતુ તદ્દન નષ્ટ આત્મા બનતો નથી. આત્માનું અસ્તિત્વ રહે છે. બૌદ્ધ આદિ દર્શનકારો દીપક બુઝાયાનો દાખલો આપી આત્માનું અસ્તિત્વ જ માનતા નથી. પરંતુ તે વાત બરાબર નથી. આત્મા તદ્દન નષ્ટ થતો નથી. મોક્ષમાં આત્મા ચોક્કસ રહે જ છે. જો પોતાનું અસ્તિત્વ જ ન રહેતું હોય તો કોઈ માણસ પોતાના અસ્તિત્વના વિનાશ માટે પ્રયત્ન ન જ કરે. વળી દિગંબર સંપ્રદાય વસ્ત્ર પાત્ર વિના જ સંયમ માનતા હોવાથી સ્ત્રીનું શરીર નગ્ન નહીં રહી શકવાના કારણે સંયમ નહીં આવવાથી સ્ત્રી-શરીરધારી જીવોને આ ભવમાં મોક્ષ થતો નથી. ભવાન્તરમાં પુરુષ થઈ મોક્ષે જાય એમ માને છે. આ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું.
નવ તત્ત્વોમાં છેલ્લું મોક્ષ તત્ત્વ સમજાવેલ છે. પરંતુ મોક્ષે જનારા જીવોને પોતાના આચ્છાદિત થયેલા ગુણો પ્રગટ કરવા પડે છે અને દોષોને તજવા પડે છે. એટલે જેમ જેમ ગુણો વધુ પ્રગટ થાય છે તેમ તેમ આ આત્મામાં ગુણસ્થાનક ઊંચું આવે છે. એટલે ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજવું જરૂરી છે. માટે હવે જૈનશાસ્ત્રોમાં બતાવેલા ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ સમજાવે છે.
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org