________________
આ પાંચ મહાવ્રતો ઉપરાંત છે જીવની કાયાની રક્ષા, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન ઈત્યાદિ જીવનમાં મહાગુણો હોય છે. આ છઠ્ઠ-સાતમું ગુણઠાણું મનુષ્યભવમાં જ આવે છે. હાલ ભરતક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં ૧ થી ૭ જ ગુણઠાણા હોય છે. ૪ થી ૭ ગુણઠાણાંમાં સમ્યક્ત્વ ત્રણ પ્રકારનાં હોય છે. ફક્ત વિરતિના કારણે જ ગુણઠાણાં જુદાં જુદાં ગણાય છે. ચોથે ગુણઠાણે અવિરતિ છે. પાંચમે દેશવિરતિધર છે અને છ સાતમે સર્વવિરતિધર
હવે પછીનાં ૮ થી ઉપરનાં તમામ ગુણઠાણાં જીવને ફક્ત શ્રેણીમાં પ્રાપ્ત થાય છે. શ્રેણી એટલે નિસરણી. નિસરણીમાં જેમ વધુ વખત ઊભું રહેવાતું નથી, નિસરણી ચડવા માંડ્યા પછી સડસડાટ ચડી જ જવાય છે તેવી રીતે આઠમા ગુણઠાણે ચડ્યા પછી જીવ ક્યાંય વિરામ પામતો નથી. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ ગુણઠાણાંમાં તુરત ચડી જ જાય છે. દરેક ગુણઠાણે ફક્ત અંતર્મુહૂર્ત જ રોકાય છે. માટે હવે પછીનાં ગુણઠાણાંઓને શ્રેણી કહેવાય છે. - તે ગુણઠાણાઓમાં જીવ બે પ્રકારે ચડે છે. એક મોહનીયકર્મને ઉપશમાવીને અને બીજે મોહનીયકર્મ ખપાવીને ચડે છે. મોહનીયકર્મને ઉપશમાવીને ચડે તેને ઉપશમ શ્રેણી કહેવાય છે અને ખપાવીને ચડે તેને ક્ષેપક શ્રેણી કહેવાય છે ઉપશમ શ્રેણીમાં ૮ થી ૧૧મે જવાય છે. ક્ષપક શ્રેણીમાં ૮, ૯, ૧૦ થી ૧૨ મે જવાય છે.
તે બન્ને શ્રેણીમાંથી પ્રથમ ઉપશમ શ્રેણીનું સ્વરૂપ આ પ્રમાણે છે;
ઉપશમ શ્રેણીમાં ચડનાર જીવ ઉપશમ સમ્યકત્વી હોય છે. અથવા જેણે પહેલાં પરભવનું આયુષ્ય બાંધી લીધું હોય છે તેવા ક્ષાયિક સમ્યગદૃષ્ટિ જીવો હોય છે. આવા જીવો છ-સાતમે ગુણઠાણે બહુવાર ફરતાં ફરતાં સુંદરતમ અધ્યવસાયો આવવાથી આઠમે ગુણઠાણે આવે છે. આઠમા ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ – પહેલાં કોઈ દિવસ ન આવ્યો હોય તેવો સુંદર પરિણામ જીવને આવે તે અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. ત્યારબાદ આવા જ ચઢતા પરિણામોથી જીવ નવમા ગુણઠાણે જાય છે. નવમા ગુણસ્થાનકનું નામ
અનિવૃત્તિકરણ', જ્યાંથી પાછા ફરવાનું નથી. સરખા અધ્યવસાયવાળા જીવો, આ બન્ને ગુણઠાણાઓમાં ચડતો જીવ નીચે મુજબ મોહને ઉપશમાવે છે.
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org