________________
૮, ૯, ૧૦ એમ ત્રણ ગુણઠાણાના પ્રયત્નથી ૧ મોહનીયકર્મ ક્ષીણ થાય છે. પરંતુ મોહનીયકર્મ રાજા સમાન હોવાથી તે ગયે છતે બારમા એક જ ગુણઠાણમાં આ આત્મા જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ કર્મોનો ક્ષય કરી શકે છે. જે આત્માએ ત્રણ ગુણઠાણાઓમાં એક કર્મનો નાશ કર્યો તે જ આત્મા હવે એક જ ગુણઠાણે ત્રણ કર્મોનો નાશ આત્મબળ વધવાથી કરી શકે છે.
બારમા ગુણઠાણાનું નામ ‘ક્ષીણમોહ' ગુણસ્થાનક. આ ગુણઠાણે મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી ‘ક્ષીણમોહ' નામ છે. ક્ષપક શ્રેણીનાં ૮, ૯, ૧૦, ૧૨ આ ચારે ગુણઠાણે જીવ જધન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ રહે છે. તથા આ ચાર ગુણસ્થાનકોમાં ક્યાંય મૃત્યુ પામતો નથી તેમજ પાછો ઊતરતો નથી. ક્ષીણમોહ ગુણઠાણાના છેલ્લા સમયે જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મોનો સર્વથા નાશ કરે છે. ત્યારબાદ આ આત્મા તેરમા સંયોગીકેવળી’ ગુણઠાણે આવે છે.
બારમા ગુણઠાણાના છેડે ઘાતીકર્મનો ક્ષય થવાથી આ આત્મા તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેથી કેવલી કહેવાય છે. તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિવાળા છે એટલે સયોગી કહેવાય છે. મનથી જે મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તરવાસી દેવો પ્રશ્નો પૂછે છે તેનો ઉત્તર ભગવાન મનથી આપે છે માટે મ્નયોગ છે. તથા વચનથી ૩૫ ગુણોથી યુક્ત સુંદર વાણી પ્રકાશે છે માટે વચનયોગ પણ છે. અને કાયયોગથી ગામાનુગામ ભગવાન વિહાર કરે છે. આહારાદિ ગ્રહણ કરે છે. તે તમામ કાયયોગ છે. આ પ્રમાણે ભગવાન ‘સયોગી કેવળી' કહેવાય છે. દિગંબર સંપ્રદાય એમ માને છે કે ભગવાન કેવળજ્ઞાન પામે પછી આહારાદિ લેતા નથી.
આ ગુણઠાણે આવેલા આત્માઓ કેવલીપણે વિચરી, ધર્મોપદેશ આપી પૃથ્વીતલને પાવન કરી પોતાનું મનુષ્યભવનું શેષાયુષ્ય લગભગ પૂર્ણ કરે છે. જ્યારે થોડું આયુષ્ય (અંતર્મુહૂર્ત) આયુષ્ય બાકી રહે છે ત્યારે પોતાનું આયુષ્ય કર્મ થોડું અને શેષ ત્રણ નામ-ગોત્ર અને વેદનીયકર્મ વધારે બાકી છે એમ જો જણાય તો કેવલી ભગવાન સમુદ્દાત કરે છે.
કેવલી સુમદ્રઘાત એટલે કે કેવળજ્ઞાની ભગવન્તોએ કરેલો શેષ ત્રણ કર્મોનો જલ્દી જે ઘાત તે કેવલી સમુદ્દાત. સમુદ્દાતની પ્રક્રિયા આ પ્રમાણે
છે.
Jain Education International
૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org