________________
(૮).
અને વસ્ત્ર, મકાન, સ્ત્રી આદિ તે ઉપભોગ. આ બંનેની સંખ્યાનો નિયમ કરવો, જેમ કે જીવનપર્યન્ત દરરોજ ૩૦, ૪૦, ૫૦ ચીજથી વધારે ખાવાપીવી નહીં. ૨૫, ૩૦ જોડીથી વધારે વસ્ત્રાદિ રાખવાં નહીં. અનર્થદંડ વિરમણ વ્રત: જેની જરૂર નથી, જે બિનપ્રયોજનવાળાં પાપો છે તે બહુધા કરવાં જ નહીં. અને કદાચ કરવાં પડે તો પણ તેનું માપ ધારવું તે. જેમ કે નદીમાં નાહવું, સમુદ્રમાં સ્નાન કરવું, હીંચોળે હીંચવું, નાટક, સરઘસ જોવાં વિગેરે અનર્થકારી
પાપોનું પ્રમાણ કરવું. (૯) સામાયિક વ્રત : સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિક. આત્મામાં
સમતા ભાવ આવે તે માટે ૪૮ મિનિટ ઘરસંસારનો ત્યાગ કરીને સાધુના જેવું જીવન અપનાવવું, સ્વીકારવું તે. સામાયિકવ્રત. મહિનામાં અથવા વર્ષમાં અમુક સામાયિક કરવાં જ. બની શકે ત્યાં સુધી આ સામાયિક ઘરથી દૂર ઉપાશ્રય આદિમાં કરવાં કે
જેથી ચિત્તની સ્થિરતા વધે. (૧૦) દેશાવગાશિક વ્રત : વર્ષમાં એકાદ વખત પણ આ વ્રત કરવું.
પોતાના મકાન વિનાની બીજી ભૂમિનો અથવા પોતાની શેરી, ગલી, પોળ, સ્ટ્રીટની ભૂમિ વિનાની બીજી ભૂમિનો ઉપયોગ કરવો નહીં. તે દેશાવગાશિક. આ વ્રત ધાર્યા પછી બહારના ફોન, ટપાલ લેવાય, વંચાય નહીં. આ વ્રત યથાર્થ પાળવા માટે લોકો
સવારથી સાંજ સુધી ૮-૧૦ સામાયિક જ કરે છે. (૧૧) પૌષધોપવાસ વ્રત : જીવનમાં વર્ષ દરમ્યાન એકાદ-બે પણ પૌષધ
કરવા. ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ, રાત્રિ- દિવસ ઘર- સંસારનો ત્યાગ કરી સાવઘયોગનાં પચ્ચખાણ કરીને સાધુના જેવું જીવન જીવવું તે ભૂમિશયન, એકલાહારી, સચિત્તનો ત્યાગ, પડિલેહણ,
દેવવંદન આદિ ધર્મક્રિયાઓ કરવાપૂર્વક વ્રત કરવું તે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત : રાત્રિ-દિવસનો પૌષધ કરી, ઉપવાસ વ્રત
કરી, બીજા દિવસે એકાસણું કરી અતિથિને (સાધુ-સાધ્વીજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org