________________
એક મીટર મલમલ ફાડતાં બે સેકંડ થાય પરંતુ તેમાં એક પછી એક તાર તૂટે છે. તેથી તેમાંના એકેક તારને તૂટતા સેકંડનો કેટલામો ભાગ કાળ થાય છે. આ પ્રમાણે કાળના ભાગ થઈ શકે છે. તેવી રીતે ક્ષેત્રના પણ ભાગ થાય છે. નાના લેડીઝ ઘડિયાળમાં કલાકનો કાંટો બાર ઉપરથી એક ઉપર આવે તેમાં ૬૦ x ૬૦ બરાબર ૩૬૦૦ સેકંડ થાય છે ? ત્યાં એકેક સેકંડે કલાકનો કાંટો કેટલો-કેટલો ખસ્યો ? તે વિચારીએ તો ૧૨થી ૧ વચ્ચેના ક્ષેત્રના કેટલા ટુકડા થાય. માટે અતિશય સૂક્ષ્મકાળ તે સમય, વધુમાં વધુ ત્રણ સમયમાં જીવ પરભવમાં પહોંચે છે.
પરભવમાં જ્યારે જાય ત્યારે આ ઔદારિક શરીર તજીને જાય છે. પરંતુ તેજસ-કાર્પણ સાથે લઈને જાય છે. તૈજસ એટલે ગરમી અને કાશ્મણ એટલે L. પરભવમાં ગયા પછી તૈજસ-કાશ્મણની મદદથી પ્રથમ આહાર લે છે. પછી તેમાં શ્વાસ લેવાની ભાષા બોલવાની અને મનન કરવાની શક્તિ પ્રાપ્ત પછી તેમાંથી શરીર અને ઈન્દ્રિયોજી રચના કરે છે. આ છ ને છ પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ એટલે શક્તિ. આ છ શક્તિઓ જીવ પ્રથમ આવીને જ મેળવે છે. પછી પોષણ મળતાં ગર્ભની વૃદ્ધિ થાય છે. માટે ચાર-છ મહિનાનો ગર્ભ બન્યા પછી જીવ આવે છે તે વાત ખોટી છે.
આ રીતે જીવ સંબંધી કેટલીક વાતો કરી જીવ તત્ત્વ પૂરું કર્યું. હવે જેનામાં ચેતના ના હોય તે અજીવ કહેવાય છે. તેના પાંચ ભેદ છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ. ' જેમ માછલાને તરવામાં સહાયક જલ, પક્ષીને ઊડવામાં પવન, મનુષ્યોને લખવા-વાંચવામાં પ્રકાશ તેમ જીવ-અજીવને ગતિ કરવામાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિક્યા છે. તથા તપતા મનુષ્યોને ઊભા રહેવામાં જેમ વૃક્ષોની છાયા સહાયક છે, તેમ ઊભા રહેવામાં અધર્માસ્તિકાય સહાયક છે. આ બન્ને દ્રવ્યો માત્ર લોકવ્યાપી છે અને જૈનો જ માને છે. અન્ય દર્શનકારો આ બે દ્રવ્યો માનતા નથી.
જીવ-અજીવને જગ્યા આપનાર આકાશાસ્તિકાય છે. આ દ્રવ્ય લોક-અલોક બમાં વ્યાપ્ત છે. આ ત્રણે દ્રવ્યો અરૂપી છે. સૂક્ષ્મ છે. અદશ્ય છે. જો ધર્માસ્તિકાય ગતિસહાયક ન હોય તો સિદ્ધમાં ગયેલા જીવો સિદ્ધશિલા ઉપર જઈને અટકી કેમ ગયાં ? કહેવું જ પડશે કે આગળ ધર્માસ્તિકાય નથી. માટે
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org