________________
> અન્નત્થસૂત્ર યાને કાયોત્સર્ગનું વર્ણન
કાયાની તમામ ચેષ્ટાઓ બંધ કરી અત્યંત સ્થિર થઈને આત્મચિંતન-મનનમાં લીન થઈ જવું તે કાયોત્સર્ગ કહેવાય છે. આ કાયોત્સર્ગ તે કરેલાં પાપોની શિક્ષારૂપ છે. જૈનદર્શનમાં પૂર્વકૃતકર્મોના નાશ માટે કાયોત્સર્ગ ધ્યાન અને સ્વાધ્યાયાદિને પરમઉપાયરૂપે ગણાવ્યા છે. કાયાની તમામ ચેષ્ટાઓ બંધ કરી એકદમ સ્થિર-ધ્યાનસ્થ થવું છે. પરંતુ શરીરમાં કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જે રોકી શકાતી નથી, કુદરતી છે. જેમ કે બગાસું, ઓડકાર, વાછૂટ, ઉધરસ. આવી ચેષ્ટાઓ વખતે શરીરનું સંચાલન થવું શક્ય છે. અને તેમ થવાથી કાયા નહીં જ ચલાવવી” એવી લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય તેવો સંભવ છે. એટલા માટે આવી કુદરતી થનારી ચેષ્ટાઓની કાયોત્સર્ગ કરતાં પહેલા છૂટ લઈ લેવામાં આવે છે. તે છૂટને જૈનશાસ્ત્રોમાં “આગાર' કહેવાય છે. નાની છૂટને લઘુગાર અને મોટી છૂટને મહાઆગાર કહેવાય છે. જેમ કોઈપણ પ્રકારની પ્રતિજ્ઞા લેતાં પહેલા ભાવિના આવનારા આકસ્મિક સંજોગોની છૂટ રાખવામાં આવે છે તેમ કાઉસગ્નમાં ૧૨ લઘુઆગાર અને ૪ મહાઆગારનું આ સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેથી લીધેલી કાઉસગ્ગની પ્રતિજ્ઞા ભાંગે નહિ. (૧) ઊંચો શ્વાસ લેવો () નીચો શ્વાસ લેવો (૩) ઉધરસ આવવી (૪) છીંક આવવી (૫) બગાસું આવવું (૬) ઓડકાર આવવો, (૭) વાછૂટ થવી, () ચક્કર આવવા (૯) પિત્તાદિથી મૂછ આવવી (૧૦) શરીરમાં રુધિરાદિ સૂક્ષ્મ અંગોનું ચાલવું (૧૧) સૂક્ષ્મ એવો બડખો-ઘૂંક આવવું. (૧૨) સૂક્ષ્મ એવી દૃષ્ટિ ચાલવી આ બાર નાની છૂટ છે. જે કાઉસગ્ગ કરતા કુદરતી રીતે કદાચ આવી જાય તો પણ કાઉસગ્ગ ભાંગે નહિ. તે માટે પ્રથમથી જ આ સૂત્ર દ્વારા આ બાર આગાર લેવામાં આવે છે.
લઘુગાર અને મહાઆગારમાં તફાવત શું? એક જ સ્થાને રહ્યા છતાં જે આગાર સેવાય તે લઘુઆગાર અને ચાલુ કાઉશડ્ઝમાં સ્થાનાન્તર થવું પડે તો પણ કાઉસગ્ગ ભાંગે નહિ તે મહાઆગાર ! એવા મહાઆગાર ૪ છે. (૧) કાઉસગ્ગવાળા સ્થાનની આજુબાજુ પંચેન્દ્રિયાદિ જીવોની
હત્યા-છેદન-ભેદન થતું હોય.' (૨) કાઉસગ્ગવાળા સ્થાનમાં આગ લાગે, પાણીનું પૂર આવે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org