________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
૧૨૦૦૦ દિગંબર મુનિઓને લઈને દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોડા ચાલ્યા ગયા. તેઓ પોતાના સંઘને મૂળ સંઘ કહેવા લાગ્યા. આ સંઘે દક્ષિણ ભારતમાં જૈન ધર્મને ફેલાવ્યો. ઉત્તર ભારતમાં પાછા ફરતા સુધીમાં તો શ્વેતાંબર પરંપરા અલગ થઈ ગઈ અને મુનિઓએ ધારણ કરવાનાં વસ્ત્રો, આહાર અને આચારપ્રક્રિયા, રહેવાનાં સ્થાન વગેરેમાં ફેરફાર આવી ગયો હતો. મુખ્યતઃ વિભાજન અચેલત્વ (વસ્ત્ર રહિત મુનિ) ઔર સચેલત્વ (શ્વેત વસ્ત્ર ધારક મુનિ)માં થયું. શ્વેતાંબર માન્યતામાં અલ્પ વસ્ત્રો પર અને દિગંબર માન્યતામાં અવસ્ત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. દિગંબર સંપ્રદાયની માન્યતા અનુસાર અપરિગ્રહ અને વૈરાગ્યનું પ્રતીક છે અચેલત્વ, જે પ્રારંભથી જ જૈન ધર્મની વિશિષ્ટતા રહી છે. શ્વેતાંબર સંપ્રદાય અપરિગ્રહ અને વૈરાગ્ય સાથે પૂર્ણ સહમત છે, પરંતુ સચેલત્વનો તરફી રહ્યો છે કારણ કે એમની માન્યતા મુજબ જો આત્મશુદ્ધિની પવિત્રતમ ભાવના આચાર અને વિચારના ઉચ્ચતમ શિખર પર પ્રતિષ્ઠિત હોય તો સચેતત્વ હોવાથી વૈરાગ્ય ઓછો નથી થતો. ધર્મગુરુઓમાં વિખવાદ અને મતભેદ આવવાથી શ્રમણ સંઘોમાં શિથિલતા પણ વધી અને બંને પરંપરાઓમાં અનેક સંઘ, ગણ, ગચ્છ વગેરે ભેદ ઊભા થયા.
શ્વેતાંબર માન્યતા પ્રમાણે દુષ્કાળ પછી આચાર્ય સ્થૂલિભદ્રના નેતૃત્વમાં પાટલીપુત્રમાં આચાર્યોનું સંમેલન થયું. આમાં આગમોની જાળવણી પર ગંભીર વિચાર થયો. સ્થૂલિભદ્ર સમસ્ત પૂર્વોની જ્ઞાનપ્રાપ્તિ માટે પોતાના ગુરુ આચાર્ય ભદ્રબાહુ પાસે નેપાળ પણ ગયા જ્યાં તેઓ મહાપ્રાણ ધ્યાન કરી રહ્યા હતા. મહાવીર નિર્વાણનાં લગભગ ૮૦૦ વર્ષ પછી બીજું સંમેલન બીજા ૧૨ વર્ષના દુષ્કાળ પછી મથુરામાં થયું અને ત્રીજું ગુજરાતમાં વલભીપુર (સૌરાષ્ટ્ર)માં ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ ૯૦૦ વર્ષ પછી થયું. આ સંમેલનમાં બધા આગમો અર્ધમાગધી ભાષામાં લખવાની શરૂઆત થઈ.
દિગંબર પરંપરામાં ઈશુની પ્રથમ શતાબ્દીમાં કંઠસ્થ આગમોને શૌરસેની પ્રાકૃતમાં લિપિબદ્ધ કરનારા આચાર્ય પુષ્પદંત થયા જેમણે ૧,૨૦,૦૦૦
46
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org