Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 223
________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ ભૌતિકવાદ સવાર થઈ ગયો છે. ધર્મ કર્મકાંડમાં સંકડાઈ ગયો છે. સાથે જ મનોરંજનનાં વિવિધ વિશ્વસ્તરીય સાધનોએ માનવજીવનને ભ્રામક સ્વપ્નોના ભરડામાં ઘેરી લીધું છે. આ બેહોશીના યુગમાં જ્યારે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનાં બંધન ઢીલાં થઈ ગયાં છે, ઇન્દ્રિયો અંકુશહીન બની ગઈ છે, પરિગ્રહ પરાકાષ્ઠા ૫૨ છે, ત્યારે અપરિગ્રહનું અનુશાસન, સંસ્કાર અને ત્યાગવૃત્તિને પ્રોત્સાહિત કરવી એ વ્યક્તિ અને સમાજ બંનેને માટે એક વિકટ પડકાર છે. વૈજ્ઞાનિક પ્રગતિનું સકારાત્મક પાસું નવા ઉદ્યોગો, નવનિર્માણ-પ્રક્રિયા અને વિકાસક્રાંતિમાં દેખાઈ આવે છે. જોકે ત્યાં પણ વિકસિત દેશોને પૂર્ણતમ લાભ મળ્યો છે અને ઉપનિવેશવાદી જંજીરો અને શોષણથી મુક્ત થયેલા વિકાસશીલ દેશો ગરીબી અને આર્થિક પછાતપણા સામે લડતાં લડતાં હવે ધીરે ધીરે વિકાસના માર્ગ પર પ્રગતિ કરી રહ્યા છે. માનવના આ વિકાસ અને અસમાનતાના યુગમાં સાધનસંપન્ન અને અધિકાંશ સાધનવિહીન દેશોમાં વહેંચાઈ ગઈ છે. વૈજ્ઞાનિક ઉન્નતિનું નકારાત્મક પાસું પણ દુર્ભાગ્યવશ ઊપસી આવ્યું છે. વિજ્ઞાનનો દુરુપયોગ, વિનાશકારી શસ્ત્રોની શોધ અને નિર્માણ, રોજ નવાં વિધ્વંસક હથિયારો, હથિયાર-વાહનો, અણુ અને ૫૨માણુ બૉમ્બ, કેમિકલ શસ્ત્રોનો વધતો ભંડાર વગેરે સ્થાયી વિશ્વશાંતિને માટે એક ખતરો બની ગયાં છે. વિડંબના તો એ છે કે આ હિંસક શસ્ત્રોને શાંતિનું કવચ કહીને રાજકારણીઓ અત્યારે પણ વિશ્વસ્તર પર શસ્ત્રસ્પર્ધાના વિકાસથી કેટલાય ગણી વધુ પૂંજીના રોકાણની સાર્થકતાની હિમાયત કરે છે. હિંસાના શાસનમાં યુદ્ધ તેનું પ્રાયોજિત રૂપ છે. તેને શાંતિનો માર્ગ કહેવામાં આવ્યો છે. અહિંસાને તો કાયર અને ભીરુ, કમજોર અને દુર્બળ તથા લાચા૨નો સહારો માનીને એનું મહત્ત્વ ભુલાવી દેવામાં આવ્યું છે. એક જ શતાબ્દીમાં બે વિશ્વયુદ્ધો, હિરોશિમામાં ઍટમબૉમ્બથી જનસંહાર અને પાછલી અર્ધશતાબ્દીમાં વિશ્વના લગભગ બધા ભૂખંડોમાં ચાલી રહેલા હિંસક સંઘર્ષ, લડાઈઓ, ખૂનખરાબી ને હિંસાને રાજનૈતિક આવશ્યકતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને હવે બીભત્સ અને નૃશંસ આતંકવાદે કેવળ રાષ્ટ્ર જ Jain Education International 206 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266