Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 245
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, આની સાક્ષી પૂરે છે. અસલમાં આપણો અનિયંત્રિત આવેશ જ આપણી વૃત્તિઓ અને વિચારોને હિંસક બનાવી દે છે, અને સમાજમાં શત્રુતા, શોષણ અને અશાંતિ ફેલાવે છે. ભગવાન મહાવીરે જૈન ધર્મમાં અહિંસાને સર્વોચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત કરીને અહિંસા દર્શન તથા શ્રમણ સંસ્કૃતિના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ સ્થાપ્યો છે. તથા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં અહિંસાપોષિત પરોપકાર, અનેકાંત અને સુમેળની ભાવનાને મજબૂત કર્યા. વિખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે માત્ર જૈન ધર્મએ” જીવવાનો અધિકાર' (રાઇટ ટુ લાઇફ)ના સિદ્ધાંતને નૈતિકતાના સર્વોચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત કર્યો છે. મહાવીરે જૈનદર્શનને વિશ્વદર્શનનો સંદર્ભ આપીને શાંતિ ધર્મ, પર્યાવરણ ધર્મ, સંયમ ધર્મ, કરુણા ધર્મ અને પરોપકાર ધર્મના રૂપમાં આવી વ્યાપક સંજ્ઞા પ્રદાન કરી જે વર્તમાન યુગમાં માનવતાની સામે આવીને શોષણજન્ય ગંભીર સમસ્યાઓનું સમાધાન બતાવી શકે. મહાવીરવાણીમાં જીવનમાં નૈતિક મૂલ્યોના વિકાસને અહિંસાનો મુખ્ય સ્તંભ માનવામાં આવ્યો છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ અહિંસાને મહાવીરવાણીને અનુરૂપ એક વ્યાપક અને વિસ્તૃત સંદર્ભમાં જોઈ છે. એમની એક કવિતાની પંક્તિ છે: “નૈતિકતાથી શૂન્ય ધર્મ, આ કેવો અભિનય છે ?' પોતાની પાંચ વર્ષની પગપાળા અહિંસાયાત્રા દરમિયાન મહાપ્રજ્ઞજી વ્યાપક જનસંપર્ક કરીને કહી રહ્યા છે કે મહાવીર માત્ર જૈન ધર્મના તીર્થકર ભગવાન જ નથી, તે તો આખી માનવતાને માટે એક શાશ્વત શાંતિદૂત અને સંપૂર્ણ અહિંસા અને સમ્યફ સહિષ્ણુતાના અવતાર થઈ ગયા છે. એમની પરિભાષામાં અહિંસા શાંતિ, મિત્રતા, સદ્ભાવ, સહઅસ્તિત્વની પર્યાય બની ગઈ છે. પોતાના યુગમાં વધતી હિંસક પ્રવૃત્તિઓથી ચિંતિત બનીને મહાવીરે અહિંસાને એક જીવનશૈલીના રૂપમાં જીવનમાં ઉતારવાનો આગ્રહ કર્યો. એમણે સતત એ વાત પર ભાર આપ્યો કે હિંસા અને અહિંસાની વચ્ચે ખેંચતાણમાં એ અત્યંત આવશ્યક છે કે સમતોલનમાં આપણે અહિંસાના પલ્લાને 228 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266