Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 249
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ શકાતી. હિંસાને વધારવા માટે જેટલા પ્રયત્નો થઈ રહ્યા છે અને માહોલ બનાવવામાં આવ્યો છે એની સરખામણીમાં અહિંસાના વિકાસને માટે થતા પ્રયત્નો તુચ્છ છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે અહિંસાની પ્રવૃત્તિ સક્રિય અને ગતિશીલ રહી, શાંતિનું વાતાવરણ નિર્માણ થયું ત્યાં એમાં વ્યક્તિ અને સમાજના, રાષ્ટ્રો અને સંસારના બહુમુખી વિકાસના માર્ગો ખૂલ્યા. શાંતિપ્રિય માનવોની સર્જનાત્મક પ્રવૃત્તિએ વિભિન્ન સભ્યતાઓ અને સંસ્કૃતિઓને જન્મ આપ્યો. સાહિત્ય, લલિતકલા, ગીત, સંગીત, નૃત્ય, શિલ્પ, વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિએ બહુરંગી અને બહુઆયામી વિકાસ, ઉત્થાન અને સમૃદ્ધિનાં દ્વાર ખોલ્યાં. વિભિન્ન ધર્મો અને આસ્થાઓએ શાંતિપોષક, પર્યાવરણપ્રિય સહઅસ્તિત્વ તથા જીવસમુદાયની વચ્ચે કરુણા અને પ્રેમભરી નૈતિકતા પોષાયાનો ઉપદેશ આપ્યો. પરંતુ જ્યારે જ્યારે માનવ અહંકાર, લોભ, લાલચ, મોહ અને માયાથી ઘેરાયેલો હોય અને માનવસમુદાય હિંસાપથ પર ભૂલો પડ્યો હોય તો માનવતાને વિશ્વવ્યાપી સંહારક યુદ્ધધર્મો વચ્ચે ખૂનખરાબી અને પ્રદૂષિત પર્યાવરણનો સામનો કરવો પડે. ઉપનિવેશવાદ રંગભેદ લાવે છે તનાવ, શોષણ, ગરીબી, બેકારી, વિકાસહીનતા અને અસમાનતા સાથે વિજ્ઞાનનો દુરુપયોગ થયો. અતિ વિનાશકારી શસ્ત્રોના નિર્માણમાં હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ-વિસ્ફોટ માનવતાના માથા પર કલંક બની ગયા અને આજે ઉગ્રતમ થઈ રહેલા આતંકવાદ જનસાધારણને ભયગ્રસ્ત અને અસુરક્ષિત કરી દીધા છે. સામ્રાજ્યવાદ પૂરો થવાથી સંસારમાં રાજનૈતિક આઝાદી સર્વવ્યાપી બની, પરંતુ આર્થિક પીછેહઠ અને યોગ્ય વિકાસની ઊણપ હિંસક પ્રવૃત્તિને પોષાતી રહી છે. આર્થિક વ્યવસ્થાની વિષમતાએ શોષણ, તનાવ અને અપરાધને વધાર્યા છે. વિકાસશીલ દેશોમાં વિકાસની અપર્યાપ્તતા, વધતી 232 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266