Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 259
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ હિંસાથી બચવા માટે માત્ર ભક્તિ, ભજન, ભોજન અને ભાવનાનું કવચ પહેરીને આપણે સુખી નથી થઈ શકતા. આપણે તો આપણી આખી જીવનશૈલીને, શાસન અને સમાજના રીતરિવાજોને અને જીવનવ્યવહારને અહિંસાના ઢાંચામાં ઢાળવા પડશે. એક વિદ્વાન વિચારકે લખ્યું છે : “અહિંસાની જયપતાકા લઈને આપણે ગમે તેટલું દોડીએ, નીચે તો સ્વાર્થ અને અહંકારના પાટા નાખેલા છે અને આખું જીવન એની પર ટક્યું છે. હાથમાં અહિંસા અને પગમાં હિંસા બંને સાથે કેમ ચાલશે ? આંખોમાં કરુણા અને કરણીમાં ક્રૂરતા, મોંમાં સંવેદના અને વ્યવહારમાં ઉપેક્ષા સાથે સાથે નહીં ચાલે.” સંસારમાં કેટલાંય ધર્મ છે, શ્રદ્ધા છે. વિભિન્ન સભ્યતાઓના સંદર્ભમાં વિશ્વમાં પોતપોતાના ધર્મોને આધ્યાત્મિક ક્ષેત્રોમાં “અંતિમ શબ્દ' માનવામાં આવે છે. ઇતિહાસમાં ધર્મના નામ પર હિંસક સંઘર્ષ થયા છે. જૈન ધર્મ કોઈ ધર્મને ગુલામ નથી બનાવતો અને ન એનો ગુલામ બને છે. એ તો એવો આદર્શ અને સાથે જ વ્યાવહારિક માર્ગ બતાવે છે કે જેના બળ પર વિશ્વમાં એક સ્કૂર્તિભરી અને નૈતિકતાથી પરિપૂર્ણ જીવનસંસ્કૃતિનો સંચાર થઈ શકે. જૈન ધર્મ ક્યારેય કોઈને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન તરફ પ્રેરિત નથી કરતો. એની ગહન, વ્યાપક અને વિસ્તૃત અનેકાંત દૃષ્ટિ અને રૂઢિના માર્ગે દૂર લઈ જઈને એને એક એવો આત્મબોધ અને સમાજબોધનો પ્રકાશપુંજ બનાવી દે છે જે ધ્રુવના તારાની જેમ માયાની મિથ્યા જાળમાં ફસાયેલા અને ભૂલા પડેલા માનવસમાજને સ્થાયી શાંતિ અને સંતુલિત વિવેકપૂર્ણ સંસ્કારો તરફ લઈ જાય છે. એ નોંધવું જોઈએ કે આ ઐતિહાસિક તથ્યમાં ભગવાન મહાવીરના સંદેશને મહાત્મા ગાંધીજીએ આત્મસાત્ કરીને અદ્ભુત આત્મધર્મથી પ્રેરિત સમાજબોધની તરફ જનજીવનને શક્તિબળથી નહિ માત્ર - અહિંસાના સાહસથી આકર્ષે. મહાવીરે વારંવાર કહ્યું અને એ જ સંદેશને ગાંધીજીએ ૨૫૦૦ વર્ષ બાદ દોહરાવ્યો : “વિવેકથી ચાલો, વિવેકથી ઊઠો, વિવેકથી સૂવો, વિવેથી ખાવ, વિવેકથી બોલો, વિવેકથી આચરણ કરો.' મહાવીરે અહિંસાના બીજને પુન: અંકુરિત કર્યું અને મહાત્મા ગાંધીજીએ 242 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266