Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 261
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ જૈન ધર્માવલંબીઓ માટે જૈન ધર્મ ભલે એક પંથ હોય પણ તેઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખૂબ નિષ્ઠા અને ઉત્સાહથી એનું અનુસરણ કરી રહ્યા છે; પરંતુ બાહ્ય માનવસમાજ માટે જૈન ધર્મને જીવનની એક સંપૂર્ણ અને વિરાટ સંસ્કૃતિના રૂપમાં પ્રસ્તુત કરવી એ જૈન સમાજ માટે આ શતાબ્દીની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ અભિયાનમાં ત્યારે સફળતા મળશે જ્યારે દેશ અને વિદેશમાં જૈન સમાજ પોતાના વ્યાવહારિક જીવનમાં સમ્યક્ દૃષ્ટિ તથા વ્યાપક પર્યાવરણીય ચેતના વધુ ને વધુ વિકસિત કરે અને પોતાના આચરણમાં એનો અમલ કરે. ત્યારે અન્ય લોકો અને સમાજ આપણી ઉદાત્ત જીવનસંસ્કૃતિની તરફ વધુ આકર્ષિત થશે. તીર્થકરોએ હંમેશાં પહેલાં આચરણ અને પછી પ્રચારણ (First Practice then preach)નો રસ્તો બતાવ્યો છે. પાંચમો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ એ છે કે આ જવાબદારી જૈન સમાજ સુંદરરૂપે ત્યારે નિભાવી શકશે જ્યારે આપણે માત્ર વિદેશોમાં નહીં, પરંતુ દેશની અંદર પણ વિભિન્ન સંપ્રદાયોની વાડાબંધીમાં ભટક્યા સિવાય એક સૂત્રમાં સંકળાઈને સામૂહિક પહેલ કરીએ. આપણે દિગંબર હોઈએ કે શ્વેતાંબર, તેરાપંથી હોઈએ અથવા વીસપંથી, મૂર્તિપૂજક હોઈએ કે સ્થાનકવાસી, આપણે કાનજીસ્વામીના ભક્ત અથવા શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી હોઈએ અથવા કોઈ પણ ગચ્છના હોઈએ, પોતપોતાની પૂજાપદ્ધતિ, ધાર્મિક પ્રક્રિયા, પૌરાણિક વિશ્લેષણને કાયમ રાખીને, એ મહેસૂસ કરવાનું શરૂ કરીએ અને એ ભાવનાને નિરંતર બળવાન બનાવીએ કે આપણા બધાનું મૂળભૂત તત્ત્વજ્ઞાન એક જ છે. આપણે બધા ભગવાન મહાવીરના અનુયાયી છીએ અને એમની દિવ્ય વાણીને અનુરૂપ જ આપણા જીવનના સંસ્કારોને અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, પર્યાવરણ, શાકાહાર, કર્મવાદ અને સમ્યક્દર્શન જ્ઞાન તથા ચારિત્રના પંથે લઈ જઈને બીજાને પણ આ માર્ગ દેખાડવાનો છે કારણ કે આ રસ્તો તર્ક, આસ્થા, વિજ્ઞાન, દર્શન અને જીવનના અનુભવોથી અદ્ભુત સમરસતા સાથે આલોકિત અને પ્રેરિત છે. જૈનદર્શનમાં ધર્માધતા નથી. તેમાં એક ઓપન તાર્કિક અને વૈજ્ઞાનિક વિવેક છે અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જૈન ધર્મ હંમેશાં સિદ્ધાંતો પર અડગ પરંતુ સહિષ્ણુ અને સમન્વયવાદી રહ્યો છે. જૈન અનેકાંત દૃષ્ટિકોણ આ યુગમાં અને 244 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266