Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 260
________________ ઉપસંહાર એની કલ્યાણકારી આભા સમાજજીવન પર ફેલાવી. આપણે કોઈ પણ સમાજરચનાના ઘટક હોઈએ, કોઈ પણ રાજનૈતિક, સામાજિક, ધાર્મિક વિચારધારાના અનુયાયી હોઈએ. અંતમાં તો આપણે માનવું પડશે કે ક્રોધને અક્રોધથી, અહંકારને વિનયથી, કપટને સરળતાથી, લોભને સંતોષથી, તૃષ્ણાને ત્યાગથી, પરિગ્રહને અપરિગ્રહથી અને વૈમનસ્ય અને ઘણાને પ્રેમથી જ જીતી શકાય છે. આખા વિશ્વને જૈન ધર્મનો એ જ સંદેશ છે કે સહિષ્ણુતાની ધરી પર જીવનચક્રને સંચાલિત કરો, મૈત્રી ભાવનાથી જીવન ઓતપ્રોત થાય અને બધા વચ્ચે સમતા, સામંજસ્ય અને સમરસતા બની રહે. ત્યારે તનાવ નાશ પામશે. હિંસાનું પલ્લું કમજોર થશે અને આપણે વિશ્વમાં અહિંસા સંસ્કૃતિની તરફ સામૂહિકરૂપે સંકલ્પ (Global Commitment to the culture of non-violence) કરી શકીશું. સર્વવ્યાપ્ત હિંસા અને આતંકવાદના આ યુગમાં આ સંકલ્પ અઘરો લાગે, પરંતુ એક કવિએ યોગ્ય જ કહ્યું છે : "कुछ भी नहीं असंभव जग में, सब संभव हो सकता है, कार्य हेतु कमर बांध लो, तो सब कुछ हो सकता है; जीवन है नदियाँ की धारा, जब चाहो मुड सकती है, नरक लोक से, स्वर्ग लोक से, जब चाहो मुड सकती है।" ચોથો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે ૨૧મી શતાબ્દીમાં જૈન ધર્મને યુગધર્મ અથવા જનજીવનની સંસ્કૃતિ બનાવવા માટેનો આ એક સોનેરી અવસર આપણી સમક્ષ છે. પડકાર ઘણા છે અને હંમેશાં રહેશે. મુશ્કેલીઓ છે અને રહેશે. પરંતુ હવે આપણી સમક્ષ પસંદગી અને અવસર એક સાથે ઊપસ્યાં છે. આપણે વ્યાપક જૈન વિચારધારા, ગહન જૈન તત્ત્વજ્ઞાન અને એના મૂળભૂત સિદ્ધાંતોનું ઔચિત્ય આજની ત્રાસેલી માનવતાના હૃદયમાં સ્થાપિત કરીએ. વિરાટ જૈન સંસ્કૃતિમાં એવી પ્રબળ ઊર્જા છે જે માનવને સંયમિત, સંતુલિત, સહિષ્ણુ અને શાંતિમય જીવનનો રસ્તો બતાવી શકે છે તથા એના હૃદયને ગભરાવનાર અને ભયભીત કરનાર હિંસક વિચાર અને આચરણપ્રવૃત્તિને ધીમે ધીમે જડમૂળથી દૂર કરવામાં સમર્થ બને છે. 243 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266