Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 262
________________ ઉપસંહાર આવનારા યુગોમાં પણ જીવનના દરેક ક્ષેત્રમાં માનવતાને એક સમ્યકુપથ બતાવવામાં સમર્થ થઈ શકે છે અને આ સંભાવનાની પ્રચુરતાનો પૂરો લાભ ઉઠાવવા માટે આખા જૈન સમાજે એક સામૂહિક નિશ્ચિત રણનીતિ અપનાવીને એને ઉત્સાહ, લગન અને સાહસથી લાગુ કરવી જોઈએ. આપણે જો વિભિન્ન સંપ્રદાયોની સંકુચિત વાડાબંધીમાં રહીશું તો આપણે હજુ વધુ વેરવિખેર થઈ જઈશું અને જૈન સંસ્કૃતિને વિશ્વપટલ પર પ્રતિષ્ઠિત કરવાનો અવસર ચૂકી જઈશું. એકતાની કડીઓને સતત મજબૂત કરવી એ ખૂબ આવશ્યક છે. એના માટે જરૂરી છે કે આપણે એકબીજાના ગ્રંથો અને પૌરાણિક ટીકાઓનો અભ્યાસ કરીએ, મતમતાંતરોને સાચા અર્થમાં સમન્વયી દૃષ્ટિકોણથી જોઈએ. એનું અંતર ઓછું કરીને એ ભાવના બળવાન કરીએ કે જૈન ધર્મનાં મૂળભૂત ગુણતત્ત્વો આપણને જોડે છે અને એથી વધુ મહત્ત્વપૂર્ણ છે એ રીતરિવાજો જે તુલનામાં આપણને વિભાજિત કરે છે. આ કાર્યમાં ધર્માચાર્યો અને શ્રમણવર્ગ મુખ્ય ભૂમિકા ભજવી શકે. એમણે પોતપોતાના સંપ્રદાયોના સાંકડા ચોકઠામાંથી ઉપર ઊઠીને એકીકૃત જૈન ધર્મને વિશ્વમાં પ્રસારવાનું બીડું ઉઠાવવું જોઈએ. એમના માર્ગદર્શનમાં સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનું સરળ બનશે. દરેક સંપ્રદાય પોતાની જગ્યાએ અવશ્ય રહે પરંતુ આ વિવિધતામાં સંઘર્ષ, મતભેદ અથવા હરીફાઈનો રસ્તો ન અપનાવતાં આપણે વિવિધતામાં સમાનતા શોધીએ. જેનાથી જૈન ધર્મના ઉત્કૃષ્ટ સિદ્ધાંતો તરફ સકલ માનવતાનું ધ્યાન આકર્ષિત થાય અને સાથે આપણી નવી શિક્ષિત પેઢી જેમાં વૈજ્ઞાનિક વૃત્તિ' અતિ વિકસિત છે, ધર્મની પરંપરા, સંસ્કાર અને સિદ્ધાંતોથી સાથે જોડાયેલી રહે. આ સંદર્ભમાં સંપૂર્ણ જૈન સમાજે એક બનીને જૈન ધર્મસાહિત્યના વ્યાપક પ્રચાર અને પ્રસાર પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે. જૈન અને જૈનેતર સમાજ બંનેમાં, દેશ અને વિદેશોમાં જૈન ધર્મના મર્મને સમજાવનારાં સિદ્ધાંત અને આચરણ વિષેના સાહિત્યની વિશ્વસમુદાયને જાણ થાય એટલું જ પૂરતું નથી પરંતુ વિશેષ રૂપે જૈન ધર્મની સર્વાગી વૈજ્ઞાનિક અને વિવેકદૃષ્ટિ જેમાં સૃષ્ટિની 245 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266