Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 263
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ વિવિધતા સંબંધિત જ્ઞાનની પૃષ્ઠભૂમિ છે તેની જાણકારી આપવાની છે. જૈન ધર્મગ્રંથોમાં અધ્યાત્મ અને આચારસંહિતાની સાથે સાથે ભૂગોળ, અંતરિક્ષ અને સૃષ્ટિજ્ઞાન જ્યોતિષ, યોગસાધના, મંત્રવિદ્યા, સંપૂર્ણ જીવનવિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, નીતિશાસ્ત્ર પર બહુમૂલ્ય સાહિત્યના ભંડાર ભરેલા પડ્યા છે. છઠ્ઠો મહત્ત્વપૂર્ણ મુદ્દો છે શાકાહાર અભિયાનમાં ગતિ લાવવાનો. શાકાહાર માત્ર સંયમિત અને સાત્ત્વિક આહાર-આચાર નથી પરંતુ જીવનવ્યવહારમાં અહિંસક વલણો જગાવવા માટેની એક પ્રેરક શરૂઆત છે. શાકાહાર-આંદોલનમાં સક્રિયતા અને ગતિ લાવવામાં શ્રમણવર્ગ અને સાથે સાથે કર્મઠ સમાજસેવી સંસ્થાઓ અગ્રણી ભૂમિકા અદા કરી શકે છે. આપણને પ્રેરણા મળે તેવું જ્વલંત ઉદાહરણ છે શ્રદ્ધેય હીરવિજયસૂરિનું જેમણે મોગલ સમ્રાટ અકબર પાસે સમગ્ર સામ્રાજ્યમાં પર્યુષણ પર્વના દિવસો દરમિયાન પશુવધ અને માંસભક્ષણની બંધી કરાવી હતી. વિદેશોમાં શાકાહાર અભિયાનને સફળતા મળી છે, પરંતુ ત્યાં હજુ વ્યાપક સ્તરે આ અભિયાન ચલાવવાથી સામાન્ય જનતાનાં અહિંસા પ્રત્યે જાગૃતિ અને લક્ષ્ય વધશે. શાકાહારના આધ્યાત્મિક, ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક, સ્વાથ્ય અને પોષણ સંબંધી તથા પર્યાવરણીય વગેરે બધાં પાસાંઓ પર આ પુસ્તકમાં ચર્ચા કરી છે. શાકાહાર પ્રચારને વધુ ગંભીરતાથી લેવો જોઈએ. સાતમો મહત્ત્વપૂર્ણ સાર એ છે કે સંસારના વિભિન્ન ધર્મો વચ્ચે રચનાત્મક સહયોગના કાર્યક્રમોમાં જૈન સમાજે રુચિ લઈને માનવીય અને પર્યાવરણીય સેવાક્ષેત્રમાં વિશ્વસ્તરીય પક્ષને મજબૂત કરવો જોઈએ. ઈ. સ. ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં યોજવામાં આવેલી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સે Creative engagement (રચનાત્મક સહયોગ)ના કાર્યક્રમોને આગળ ધપાવ્યા હતા. આમાં ધાર્મિક સંસ્થાનો, સરકારી તંત્ર, શિક્ષણ સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ – સંગઠનો, સંવાદ અને સમાચાર-માધ્યમો તથા કૃષિ, ઉદ્યોગવાણિજ્યથી સંબંધિત આર્થિક એકમોને પારસ્પરિક સહકારિતા અને રચનાત્મક સહયોગ વધારવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન ધર્માવલંબી વ્યક્તિ અને સંસ્થાઓ અહિંસા સંસ્કૃતિના વિશ્વસ્તર પર પ્રચાર કરવાની 246 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266