Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 258
________________ ઉપસંહાર All things by immortal power Near or Far Hiddenly To each other linked are That thou canst not stir a flower without troubling a star. અર્થાત્ દૂર અથવા નજીક બધા જડચેતન પદાર્થ વસુધાના તાણાવાણામાં એકબીજા સાથે એવા જોડાયેલા છે કે એક ફૂલના ડોલવાનો આકાશના તારા સાથે સંબંધ હોઈ શકે છે. જૈન ધર્મએ માનવતાને જે અહિંસા ધર્મ આપ્યો છે તે માત્ર પોતાના જીવન પૂરતો સંકુચિત નથી; એનો સંબંધ દરેક પગલે આખી સૃષ્ટિ સાથે છે. એનો દરેક શ્વાસ પૂરા સ્પંદન સાથે જોડાયેલો છે. મેં મારા એક ભાષણમાં એક વાર કહ્યું હતું : “Nature is a friend you will never lose until death and even when you die, you must disappear with nature.” અર્થાત્ પ્રકૃતિ એવી મિત્ર છે જે માનવનો સાથ એના મૃત્યુ સુધી નથી છોડતી અને મર્યા પછી પણ મનુષ્યનું શરીર પ્રકૃતિનાં તત્ત્વોમાં વિલીન થઈ જાય છે અને આત્મા પોતાની યાત્રા પર ચાલ્યો જાય છે. આપણે કોઈ પણ શ્રદ્ધા, પંથ, પરંપરા અથવા ધર્મના અનુયાયી હોઈએ, જૈન સંસ્કૃતિમાં દર્શાવાયેલો સમસ્ત જીવજગત અને પ્રકૃતિજગતની સાથેનો વ્યાપક સહિષ્ણુતાભર્યો શાંતિમય સહઅસ્તિત્વનો સિદ્ધાંત આપણે જીવનમાં ઉતારવા સિવાય કોઈ વિકલ્પ નથી, જો આપણે સ્થાયી વિશ્વશાંતિ ઇચ્છીએ, યુદ્ધને અલવિદા કહેવા ઇચ્છીએ, ઉગ્રતમ થતા આતંકવાદથી મુક્તિ ઇચ્છીએ અને વસુધા પરના જીવનને સુખી, પ્રગતિશીલ અને સર્વ કલ્યાણકારી બનાવવા ઇચ્છીએ તો. 241 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266