Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 257
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ છુટકારો મેળવવા પુરુષાર્થ અને આત્મવિશ્વાસથી અગ્રેસર બની શકીશું. વૈદિકકાળથી એ સ્વીકારાયું છે કે પ્રાન્વેદિક જૈન ધર્મની “વાત્ય પરંપરાની પાછળ અતૂટ સાધના, તપસ્યા, નિષ્ઠા, અનુશાસન, સંતુલન, સંયમ અને વૈચ્છિક આત્મનિયંત્રણ જેવા ગુણતત્ત્વ છે જે કેવળ સંતો માટે નથી, બલ્ક વ્યાવહારિક રૂપે, સામાન્ય જનજીવનને માટે આચરણમાં લાવવા માટે છે. આ સર્વોદયી આત્માનુશાસનનો પથ છે જ, જેનો ઉદ્દેશ છે સમગ્ર સૃષ્ટિ અને એના સમસ્ત જીવંત પદાર્થો સાથે શાંતિમય સહઅસ્તિત્વ અને પારસ્પરિક નિર્ભરતાના તાણાવાણામાં રહીને સ્વયંના આત્મકલ્યાણનો રસ્તો શોધવો. “જીવો અને જીવવા દોનો સાર છે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યચરિત્રની પ્રાપ્તિ હેતુ સાધના કરવાનો અને પોતાનું આત્મબળ વધારવાનો. ત્રીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે જૈન ધર્મનો મૂળ સ્થંભ છે અહિંસા. જે સ્વયં એક સર્વોચ્ચ ધર્મ અને ઉદાત્ત સંસ્કૃતિરૂપ છે. અહિંસા ધર્મની સાથે અપરિગ્રહ, અનેકાંત અને પર્યાવરણ-સંસ્કૃતિઓ એકબીજામાં ઓગળીને સમરસ થઈ જાય છે અને અહિંસાના સિદ્ધાંત અને આચરણશીલતા એક પૂરક પૂર્ણત્વ પ્રદાન કરે છે. મનુષ્ય ક્યારેય માયાજાળથી મુક્ત નહીં થાય તો તે પોતાની પ્રભુસત્તાના ઉન્માદને વશ થઈ જીવજગત અને પ્રકૃતિની સાથે આધ્યાત્મિક સમાજવાદ (spiritual socialism)ની ભાવના આત્મસાત્ ન કરી લે. મનુષ્યમાં ચેતના, સંવેદનશીલતા, જાગરૂકતા, બુદ્ધિમત્તા, સૂઝબૂઝ, પહેલ કરવાનું સાહસ, કલ્પનાની દોડ બીજાં બધાં પ્રાણીઓથી ક્યાંય વધુ ઊંચાં અને વિકસિત સ્તરનાં છે. પરંતુ સાથે સાથે આપણે આપણા વિવેચનમાં જોયું છે એમાં અહમ્, અહંકાર, દંભ, અભિમાન, મોહ, માયા, લોભ, છળ-કપટ અને શોષણવૃત્તિ એટલાં ઘર કરી ગયાં છે કે એનાથી એના પરિગ્રહનો ભાર ખૂબ વધી ગયો છે અને તે કરુણામય સહઅસ્તિત્વના રસ્તા પરથી વિખૂટો પડી ગયો છે. - એક અંગ્રેજ કવિ ફ્રાંસિસ થોમસને આ વાતને ખૂબ જ સુંદર ભાષામાં વ્યક્ત કરી છે : 240 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266