Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 256
________________ ઉપસંહાર " છે. આચાર-વિચારમાં સંકોચાઈ ગયો હોય. આપણે જોયું કે પ્રારંભથી જ જૈન ધર્મને આપણા તીર્થકરોએ એક ખુલ્લી કિતાબ જેવો રાખ્યો. તેમાં આત્મકલ્યાણની સાથે સાથે વર્તમાન જીવન પસાર કરવા માટે એક સ્પષ્ટત: પરિભાષિત નૈતિક આધારનું સમર્થન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જૈન ધર્મનો સૈદ્ધાંતિક ફેલાવો મૂળ નૈતિકતાની આધારશિલા પર થતો રહ્યો છે. આ કોઈ એક અથવા કેટલાક ધર્મગ્રંથોમાં કેદ એવી ધર્મવ્યવસ્થા નથી, પણ ઉદાર, સહિષ્ણુ અને સહકારી જીવનસંસ્કૃતિ રહી છે, અને માટે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પર યુગયુગાંતરથી એની અમિટ છાપ પડતી રહી છે. જૈન ધર્મ અને દર્શન એક સમગ્ર અને વિરાટ જીવનસંસ્કૃતિ છે જે મનુષ્યમાં એવા ઉદાત્ત સંસ્કાર અને સંપૂર્ણ સૃષ્ટિ પ્રત્યે જવાબદારી જગાવે અને પોષણ આપે છે જેનાથી તે જીવજગત પ્રકૃતિ અને વસુધાના સંપૂર્ણ પર્યાવરણની સાથે પારસ્પરિક નિર્ભરતાના ગૂંથેલા તાણાવાણામાં જીવતા શીખે અને બીજાને જીવવાનું શીખવે. વિખ્યાત વિદ્વાન ડૉ. લક્ષ્મીમલ સિંઘવીએ અમેરિકાના શિકાગો શહેરમાં ૧૯૯૩માં સંપન્ન વિશ્વધર્મ પરિષદમાં પોતાના ભાષણમાં કહ્યું, “ધર્મ વિકસિત થાય છે અને પ્રભાવિત થાય છે એના મૂળભૂત સિદ્ધાંતોના કારણે. ધર્મનો વિકાસ, ધર્મની સંગઠનશક્તિ અને શાસ્ત્રોથી ક્યાંય આગળ ચાલ્યો જાય છે. ધર્મની સંસ્કૃતિ અને નૈતિકતા હોય છે જે વિશ્વની બહુમૂલ્ય સાંસ્કૃતિક થાપણ બની જાય છે. આ સંદર્ભમાં જૈન ધર્મ એક નૈતિક જીવનશૈલીનું પ્રતીક બની ગયો છે.” આ પુસ્તકનો બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો તે જૈન ધર્મની સંસ્કૃતિનું વિરાટ આભામંડળ છે, જેના દૈદિપ્યમાન કિરણો છે અહિંસા ધર્મ, અનેકાંત જીવનદર્શન, અપરિગ્રહ પથ અને પર્યાવરણ ચેતના. આ આભામંડળ માત્ર કર્મવાદની આસપાસ કેન્દ્રિત થયું નથી. આ જીવન આપણને મળ્યું છે તો એનો નિર્વાહ પૂર્ણરૂપે સામાજિક જવાબદારીથી કરવાનો છે. જૈન ધર્મની માન્યતા એ છે કે જેટલી ચેતના, કર્મઠતા, નૈતિકતાથી આપણે જીવન પસાર કરીશું અને બીજા પ્રત્યે કરુણા, પ્રેમ, દયા, સહિષ્ણુતા અને સમતાની કર્તવ્યપરાયણતા નિભાવીશું, એટલો આપણા સ્વયંના કલ્યાણનો દુર્ગમ રસ્તો સુગમ થઈ જશે અને આપણે કર્મબંધનોથી 239 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266