Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 253
________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ નથી, તે માત્ર પ્રતીકાત્મક હશે. સામાજિક સદ્ભાવ વધારવાની, પર્યાવરણીય પ્રદૂષણ રોકવાની, સર્વોદયી આર્થિક વિકાસને સશક્ત કરવાની, પ્રાકૃતિક મુશ્કેલીઓથી રાહત આપનારી, જન-સ્વાથ્યના સ્તરને ઊંચા કરવાની અને શિક્ષણનો વ્યાપક પ્રસાર કરવાની મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિભિન્ન ધર્મોના સંયુક્ત કાર્યક્રમો આયોજિત કરવાની અને એમાં ઉત્સાહથી ભાગ લેવાની અત્યંત આવશ્યકતા છે. રચનાત્મક સામૂહિક કાર્યક્રમોથી જ પરિવર્તન આવશે. તેમાં બધાની જીવનશૈલીમાં સુધારો થવાની આશા બંધાય અને સાંપ્રદાયિકતાની જગ્યા સહયોગ, સદ્ભાવ અને સહિષ્ણુતા લઈ લે. આપણા બધાના સામૂહિક પ્રયત્નો હશે કે સૂરત આધ્યાત્મિક ઘોષણાપત્રમાં વર્ણવાયેલા પાંચસૂત્રીય સર્વધર્મ સૌજન્ય વધારનારા કાર્યક્રમો અને યોજનાઓને સફળ બનાવીએ. આવા પ્રયાસોની સફળતાથી ધર્મ અને આધ્યાત્મિકતાનો વિકાસ, વિજ્ઞાન અને પર્યાવરણની સાથે સંતુલિત સુમેળ વધશે. જનસાધારણમાં વ્યાપ્ત ધર્મપરાયણતાનો શિક્ષાપ્રસાર, વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના લક્ષ્યોની સાથે તાલમેલ બેસાડવામાં બધા વર્ગોમાં ગતિશીલ વિચાર અને દૃષ્ટિકોણને સશક્ત બનાવવાને માટે નિરંતર ગંભીર પ્રયાસ જરૂરી છે. આપણે અહિંસાના સંસ્કાર અને વ્યવહાર સાથે સંબંધિત પ્રશિક્ષણના કાર્યક્રમોને પ્રોત્સાહિત કરીશું અને એમાં રુચિપૂર્વક ભાગ લઈશું. આપણો સામૂહિક પ્રયત્ન હોય કે નૈતિકતાપૂર્ણ જીવનવિજ્ઞાનનું શિક્ષણ પ્રારંભિક સ્કૂલોથી શરૂ કરીને વિશ્વવિદ્યાલયો સુધી ભણાવવામાં આવે. આપણો સતત પ્રયત્ન હશે કે જીવનવિજ્ઞાન સંબંધી સાહિત્યના અધ્યયનને આપણે જનસાધારણમાં લોકપ્રિય બનાવીએ. જ્યાં જ્યાં અહિંસાયાત્રા જઈ રહી છે, અહિંસા પ્રશિક્ષણ શિબિર તથા અહિંસા પ્રશિક્ષણ કેન્દ્રનું આયોજન કરવામાં આવશે જેનાથી અહિંસાયાત્રાનો સંદેશ જનમાનસને હંમેશાં પ્રેરણા આપતો રહે. આવી 236 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266