Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 252
________________ અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ - એક નવી દિશા આપણે પૂરી નિષ્ઠા અને ગંભીરતાથી સમાજમાં સહિષ્ણુતા અને મિત્રતા ફેલાવીએ તથા ધર્મભેદ, જાતિભેદ, રંગભેદ અને લિંગભેદનાં તત્ત્વોને વધતાં અટકાવીએ. આપણે સમાજમાં સંગ્રહની પ્રવૃત્તિ ઓછી કરવાની, બિનજરૂરી ઉપભોગ નિયંત્રણ કરવાની તથા સંસાધનોનો દુરુપયોગ નહીં કરવાની અને રોકવાની દિશામાં સાર્થક સામૂહિક પહેલ કરીએ. આપણે લિંગ-અહમ્ ભરેલા વિચારનો ત્યાગ કરીને નારી સમાજને બરાબર ન્યાયનો હક અપાવીને એમનું પ્રોત્સાહન વધારીએ. અત્યંત જરૂર છે દહેજ, ભૃણહત્યા, બળાત્કાર, મૃત્યુભોજન તથા આવા બીજા અન્ય સામાજિક કુરિવાજોનો જડમૂળથી નાશ કરવા માટે સામૂહિક પ્રયત્નો કરવાની તથા સાથે સાથે મહિલા સમાજમાં સાક્ષરતા અને જાગૃતિ ફેલાવવાની. આપણે પોતપોતાનાં વર્તુળ અને વિસ્તારમાં એવાં સામૂહિક અભિયાનોને વધારીએ જેનાથી સમાજના પછાત વર્ગોના ઉત્થાનની દિશામાં કર્મઠ પ્રયાસ થઈ શકે અને તેઓ અભાવગ્રસ્ત ન રહે. અમીર અને ગરીબની વચ્ચેના અંતરને ઓછું કરવાના સાર્થક પ્રયાસો જ સમાજમાં વધી રહેલા અપરાધ અને હિંસાની રફ્તારને રોકી શકે છે. આ ક્ષેત્રમાં ઉપયોગી ઉપાયોને પ્રાથમિકતા અપાવવામાં આપણે સક્રિય રહીએ. આર્થિક રીતે સંપન્ન વર્ગે આ વિષમતાને દૂર કરવા માટે ઉદાર અહિંસાભાવથી આગળ આવવું પડશે. પ્રબુદ્ધ વર્ગ અને શાસન-તંત્ર પર પણ જવાબદારી છે કે તેઓ નિર્ધન વર્ગને આત્મસન્માનથી સ્વાવલંબી અને સમર્થ બનાવવાની દિશામાં તત્પરતા બતાવે. જ્યાં સુધી વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિનો લાભ સમાજના બધા વર્ગો સુધી નથી પહોંચતો, અહિંસાની ચેતના અને નૈતિકતા પ્રત્યે જાગૃતિનો વિકાસ નહીં થાય. જુદા જુદા ધર્મો વચ્ચે સહકાર, મિત્રતા અને રચનાત્મક સહયોગ વધારવાની દિશામાં માત્ર ધાર્મિક તહેવાર સાથે મનાવવા એટલું પૂરતું 235 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266