Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 246
________________ મહાવીર વાણીની પ્રાસંગિકતા ભારે રાખીએ અને જીવનનાં બધાં સ્તરો અને ક્ષેત્રોમાં હિંસાના પ્રભાવ, સંસ્કાર અને મનોવૃત્તિને વધુ ને વધુ કમજોર બનાવીએ. જૈન ધર્મની એક સુંદર વ્યાખ્યામાં અમેરિકન વિદ્વાન માઇકલ ટોબાયસ લખે છે કે “જ્યાં સુધી આપણે જીવનમાં દરેક પ્રાણીને વિકાસની આઝાદી ઉપલબ્ધ નહીં કરાવીએ આપણા સ્વયંનું આત્મકલ્યાણ નહીં થઈ શકે. જ્યાં સુધી દરેક પ્રાણી શાંતિથી સૂઈ ન જઈ શકે, આપણે સૂઈ ન શકીએ. જ્યાં સુધી આપણી આસપાસ કોઈ પણ પ્રાણી ભૂખથી અભાવગ્રસ્ત હોય ત્યાં સુધી આપણે ભોજન ન કરી શકીએ.” વિજ્ઞાનના આ યુગમાં અભૂતપૂર્વ પ્રગતિએ આપણે માટે ઢગલાબંધ સુખસાધન મેળવી આપ્યાં છે. પરંતુ સાથે સાથે ઉગ્રતમ થઈ રહ્યો છે આતંકવાદ. અમીર હોય કે ગરીબ. બધાને આજંદ અને અસુરક્ષિત બનાવતો રહ્યો છે. માલવા અને ઇંદોરને માટે સુંદર સંયોગ છે કે મહાવીર જયંતીના સમયે અહિંસા યાત્રા દરમિયાન આપણી વચ્ચે મહાપ્રજ્ઞજી મોજૂદ છે. આ દુર્લભ ક્ષણ છે જ્યારે આપણે એમની પાસેથી મહાવીર વાણીના મર્મને સમજીને સર્વોદયના રસ્તા પર ચાલી નીકળીએ તથા પ્રભાવસંપન્ન અને અભાવગ્રસ્ત બંને વર્ગોની વચ્ચેના અંતરને પાર કરીને નૈતિકતાભર્યો આધ્યાત્મિક સમાજવાદ આપણા રોજબરોજના જીવનમાં લઈ આવીએ. વિશ્વમાં શાંતિ ત્યારે સ્થાયી થશે જ્યારે આપણે આપણાં ગામો અને શહેરોમાં અહિંસા, સંયમ, ત્યાગ અને ઉદારતાને પાડોશી મહોલ્લા, શહેર, ગામ અને પ્રાણીજગતની ભલાઈની સાથે જોડીશું. 229 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266