Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 236
________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ | વિદેશોમાં જૈન ધર્મના પ્રચારમાં વિભિન્ન જૈન સંપ્રદાયોના સંતો પણ પોતાની સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે. ગણાધિપતિ તુલસીએ તેરાપંથી સમાજ તરફથી પહેલ કરીને વિભિન્ન દેશોમાં જૈન સમણીઓને મોકલવાનું શરૂ કર્યું. આ એક એવી શ્રેણી છે કે જેને પદયાત્રાનું બંધન નથી લાગતું અને જે બહાર રહીને પણ પોતાની તપ, સાધના, જ્ઞાનાર્જન તથા અણુવ્રત પ્રસાર કરી તેમાં સક્રિય તથા સફળ રહ્યા છે. ગણાધિપતિ તુલસી અને એમના ઉત્તરાધિકારી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ લાડનૂ વિશ્વવિદ્યાલયના તત્ત્વાધાનમાં વ્યાપક જૈન સાહિત્ય પ્રકાશિત કર્યું છે. વર્ષોથી અહિંસા પર આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવાની પરંપરા ચાલી રહી છે. જેમાં પ્રતિષ્ઠિત વિદેશી વિદ્વાનો પણ ભાગ લેતા રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં “જીવન વિજ્ઞાન” (Science of living) ઉપર સ્કૂલ શિક્ષણ માટે સરળ સાહિત્ય હવે દેશના વિભિન્ન ભાગોમાં લોકપ્રિય થવા લાગ્યું છે. અહિંસાના પ્રયોગ અને વ્યવહાર પર શોધકાર્ય તથા અહિંસાના રીતરિવાજ વિશે પ્રશિક્ષણના કેટલાય રોચક અને લાભપ્રદ કાર્યક્રમ અને કાર્યગોષ્ઠિઓ પણ સફળ સંપન્ન થતાં રહ્યાં છે. આચાર્યા ચંદનાજીએ વીરાયતન (બિહાર)માં વનજાતિઓને શાકાહારી બનાવવાની અને એને માટે કેટલીય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળના વિસ્તારમાં જૈન ધર્મની અહિંસા તથા સેવા સંસ્કૃતિને પુન: પ્રતિષ્ઠિત કરી છે. વિરાયતનની હમણાંનાં વર્ષોમાં જ સ્થપાયેલી નવલવીરાયન શાખાએ ગુજરાતનાં ભૂકંપપીડિત ક્ષેત્રોમાં પ્રશંસનીય સેવાકાર્ય કર્યું છે અને નવી વસ્તીઓમાં સ્કૂલ વગેરેનું નિર્માણ કરીને જૈન ધર્મની ઓળખને જનતા જનાર્દનમાં સક્રિય કરી છે. એનાં મુખ્ય શિષ્યા સાધ્વી શિલાપીજી લંડનના કેન્દ્રબિંદુથી શોધ કાર્યને આગળ વધારી રહ્યાં છે. એટલું જ નહીં પણ ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, કેનિયા, સિંગાપોર તથા અન્ય દેશોમાં નિયમિત જઈને જૈન સમાજ અને જૈનેતર સમાજને હૃદયસ્પર્શી સ્વરૂપમાં અહિંસાનો સંદેશ લોકોનાં દિલ અને દિમાગ સુધી પહોંચાડી રહ્યા છે. દિગંબર સમાજના પ્રતિનિધિ ભટ્ટારક કીર્તિ મહારાજ ૧૯૯૩ની વિશ્વધર્મ સંસદથી પ્રારંભ કરીને હવે નિયમિત વિદેશોમાં જઈને ધર્મ-જાગરણ કરી રહ્યા છે, 219. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266