Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 241
________________ જેને ધર્મ ઃ વારસો અને વૈભવ સમાજના બધા વર્ગો વચ્ચે જ્યારે સુમેળ અને મૈત્રીભાવનો વિકાસ થશે ત્યારે સ્થાયી સમાધાનની વાત આગળ વધશે. મહાપ્રજ્ઞજીએ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા દરમિયાન મહાભારતના એ પ્રસંગનો ઉલ્લેખ કર્યો જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ ઋષિ નારદને પૂછયું કે જનતામાં વધી રહેલાં અસંતોષ, અશાંતિ અને તનાવનો સામનો કઈ રીતે કરે ત્યારે નારદજીએ કહ્યું, “આનું સમાધાન લોઢાનાં શસ્ત્રો અર્થાત્ લોહશસ્ત્રથી નહીં, પરંતુ અનાયસ - મૃદુતાના શસ્ત્રથી થશે. બહારની સમસ્યાઓના ઉકેલ માટે હથિયાર ભલે ઉપયોગી દેખાય, જ્યાં સુધી માનવ અને સમાજનો વિચાર, દૃષ્ટિકોણ અને સંકલ્પબળ સકારાત્મક અને સહઅસ્તિત્વ નહીં સ્વીકારે, ત્યાં સુધી સમસ્યાઓની જટિલતા ચાલુ રહેશે. ક્રોધ, અહંકાર, માયા, લોભ, દ્વેષ, વૃણા નકારાત્મક ભાવ છે જે હિંસક પ્રવૃત્તિને વધારે છે. મૈત્રી, કરુણા, સહાનુભૂતિ અને પ્રેમ સકારાત્મક ભાવ છે જે અહિંસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.” ગયા વર્ષે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ૧૫ ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ દિલ્હીથી સૂરત આવીને મહાપ્રજ્ઞજીની સાથે મનાવ્યો. વિભિન્ન ધર્મોના ૧૫ મુખ્ય સંતો અને વિદ્વાનો સાથે ચર્ચા કરીને સૂરત આધ્યાત્મિક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. આ ઘોષણાપત્રની વિશેષતા એ છે કે આમાં આધ્યાત્મિક જાગરણને જોડવામાં આવ્યું છે. એક તરફ પ્રગતિ અને વિકાસની ધારાથી અને બીજી તરફ સર્વધર્મસમભાવ અને સુમેળથી. જો દેશ બધી દિશાઓ અને ક્ષેત્રોમાં પ્રગતિ નહીં કરે અને આર્થિક પીછેહઠ અને અભાવગ્રસ્ત બની રહેશે તો હિંસા અને અવ્યવસ્થા ફેલાતી રહેશે. ક્ષેત્ર વિજ્ઞાનનું હોય કે ટેકનૉલોજીનું હોય, ખેતી અથવા ઉદ્યોગનું હોય, શિક્ષણ અથવા આરોગ્યનું હોય, રાજનીતિ અથવા અર્થનીતિનું હોય, વિકાસનો દોર ત્યારે કલ્યાણકારી થશે જ્યારે એનો લાભ સમાજના પછાત વર્ગોને પૂરેપૂરો મળે. આ અભિયાનમાં જો બધા ધર્મના પ્રતિનિધિ એકસાથે જોડાઈ જાય તો ધર્મોની વચ્ચે સૌજન્ય વધશે તથા સમન્વય અને વિકાસની ઈંટને વધુ મજબૂત કરશે. આઝાદીના અહિંસક સંગ્રામમાં ગાંધીજીએ સત્યાગ્રહની સાથે સ્વદેશીનો 224 224 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266