Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 224
________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ નહીં પરંતુ નિર્દોષ જનતાના જીવનને પણ ધ્રુજાવી દીધું છે. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરને પત્તાના મહેલની જેમ પાડી દેવો અને હજારો નિર્દોષ લોકોના પ્રાણોના નિરર્થક સંહારે વિશ્વભરમાં ચેતના જગાવી કે આતંકવાદનો અંત માનવતાની સહુથી ટોચની જરૂરિયાત બનવી જોઈએ. ભારતનું કાશ્મીર નિર્દય અને આંધળા આતંકવાદ સામે સતત ઝઝૂમી રહ્યું છે. આજે આ વિચારદર્શનને વિશ્વવ્યાપી બનાવવાની જરૂરત અને તક છે. આતંકવાદ હિંસાનો ઉગ્રતમ અવતાર છે. ૨૧મી શતાબ્દીમાં હિંસાની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી જનમાનસમાં અહિંસાનું પરાક્રમ અને શક્તિ સંચારિત કરવા એ વિશ્વસંસ્કૃતિ માટે એક બહુમૂલ્ય પગલું બની શકે છે. મહાવીરની અહિંસાયાત્રાને વિશ્વસ્તરીય બનાવવાનો સમય આવી ગયો છે. ૨૧મી શતાબ્દીમાં જૈન ધર્મ વિશ્વસ્તર પર અહિંસા સંસ્કૃતિના પ્રસારમાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. આ ભૂમિકા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં નિભાવવી પડશે. જેથી આધુનિક યુગની સંવેદનશીલતા અનુસાર આપણે અધ્યાત્મ, પર્યાવરણ, સંરક્ષણ, વિકાસ અને વિજ્ઞાનની વચ્ચે સુસંબદ્ધ કડીરૂપે અહિંસા સંસ્કૃતિને મજબૂત કરીને સ્થાપિત કરીએ. નોબેલ પુરસ્કાર-વિજેતા ગ્રેબિયેલ મારઝેઝે કહ્યું છે : “૨૧મી શતાબ્દી પાસે કોઈ પણ અપેક્ષા ન રાખો, ૨૧મી શતાબ્દીને તો તમારી પાસેથી બધા પ્રકારની અપેક્ષા છે.” સંત શિરોમણિ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ આ સંદર્ભમાં ભગવાન મહાવીર પ્રત્યે હૃદયને સ્પર્શી જાય તેવી કવિતા લખી છે, જેના કેટલાક અંશોનો અહીં ઉલ્લેખ કરી રહ્યો છું. जिसकी आज जरूरत उसने क्यों पहेले अवतार लिया (જેની આજે જરૂર છે એણે પહેલાં કેમ અવતાર લીધો.) मंद चांदनी चंदा की क्यों सूरज का उपहार दिया (મંદ ચાંદની ચાંદની, સૂરજનો કેમ ઉપહાર દીધો) तुम आये तब इस धरतीने अपना रूप संवारा था । (તમે આવ્યા ત્યારે આ ધરતીએ પોતાનું રૂપ શણગાર્યું હતું.) 207 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266