Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 228
________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ સંસ્થાઓના રૂપમાં સક્રિય થઈ રહી છે જે સુમેળ વધા૨વામાં, શાંતિને ગતિશીલ ક૨વા અને સમત્વભાવ વધે તે માટે રચનાત્મક કાર્યક્રમોને આકાર આપવા લાગી છે. ઈ. સ. ૧૯૯૩માં એક સો વર્ષ પછી પુનઃ વિશ્વધર્મ સંસદ (Parliament of Worlds Religions)ના દ્વિતીય સંમેલનમાં આ પ્રયત્નોને પ્રોત્સાહન મળ્યું. ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં જ વિશ્વ ધર્મ સંસદનું પ્રથમ અધિવેશન થયું હતું જેમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યું હતું, અને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કર્યું હતું. સ્વામી વિવેકાનંદનું તેજસ્વી ભાષણ ૧૯૯૩ની સંસદમાં ફરી સંભળાવવામાં આવ્યું. ૧૯૯૩માં શિકાગોના ભવ્ય જૈન મંદિરમાં વીરચંદ રાઘવજીની યશકીર્તિની યાદમાં એમની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. તેઓ વિશ્વસ્તરે જૈન ધર્મના પ્રથમ દૂત હતા, જેમણે વિશ્વમંચ પર જૈન ધર્મનો ધ્વજ ફરકાવ્યો અને અહિંસાનો નારો આજથી સો વર્ષ પૂર્વે બુલંદ કર્યો. ૧૯૯૩ની વિશ્વધર્મ સંસદમાં સંસારના બધા ધર્મોના લગભગ ૭૦૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો. જૈન ધર્મનું સબળ પ્રતિનિધિત્વ લગભગ ૨૫ સભ્યોના પ્રતિનિધિ મંડળે કર્યું. જેમાં બધી જૈન પરંપરાઓના અને સંપ્રદાયોના પ્રતિનિધિ સંત, ગુરુ, વિદ્વાન અને દાનવીર સામાજિક નેતાઓ સામેલ થયા જેમાં મને પણ સામેલ થવાનો સુખદ સંયોગ મળ્યો. વિશ્વ ધર્મ સંસદમાં ‘વૈશ્વિક નૈતિકતા પર ઘોષણાપત્ર' (Declaration on Global Ethics) પસાર કરવામાં આવ્યું જેમાં જૈન પ્રતિનિધિમંડળના વિશિષ્ટ પ્રયત્નોથી અહિંસા જેનું જૈન ધર્મમાં સદીઓથી સમર્થન થયેલું છે તેની વ્યાપક વ્યાખ્યાનો મુખ્ય ઉલ્લેખ સ્થાન પામી શક્યો. ઘોષણાપત્રમાં વૈશ્વિક નૈતિકતાના આધારસ્તંભના રૂપમાં અહિંસા સંસ્કૃતિ અને જીવવાના અધિકારને માટે વૈશ્વિક સંકલ્પને મૂળભૂત અપરિવર્તનીય સિદ્ધાંતોમાં સર્વપ્રથમ માનવામાં આવ્યો છે. (Irrevocable directives for commitment to a global ethics). Pas નૈતિકતા સમ્મત અપરિવર્તનીય દિશાસૂચનો પરિભાષિત કર્યાં. અહિંસાના વિચાર Jain Education International 211 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266