Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 233
________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ વિકાસ સંદર્ભે તો કાવ્યાત્મક ઢંગથી પોતાના જીવનને જૈન આચાર વિચારમાં ઢાળવાને “જીવનમાં આનંદની લહેર આવવા તરીકે વર્ણન કર્યું છે. ભારતમાં જૈન તીર્થોની યાત્રા એના અને એના મિત્રોને માટે એક આત્મખોજ યાત્રા બની ગઈ અને એને લાગ્યું કે પહાડ ઉપર ચઢતાં ચઢતાં જાણે એમનાં તન અને મન બંને દિવ્ય તરફ ઉપર ઊઠતાં જઈ રહ્યાં ન હોય ! ઈ. સ. ૧૯૭૦માં હું સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનો રાજદૂત બનીને ગયો હતો અને ઇન્ડિયા હાઉસમાં જૈન સમાજને સમયે સમયે એકત્રિત કરીને એમને જૈન ધર્મદૂત બનવા તરફ પ્રેરિત કર્યા. અમેરિકાના આ ભૌતિકવાદપૂજક જીવનમાં પોતાના જૈન સંસ્કારો જાળવવા જરૂરી હતા કારણ કે તેમની અહીં પેદા થનારી પેઢી વંચિત ન રહે. ૧૯૭૦માં મારી પ્રારંભિક પહેલથી ન્યૂયોર્કનું જૈન સેન્ટર સક્રિય અને ગતિશીલ બની ગયું. અથાક પ્રયત્નોથી સ્થપાયેલી સંસ્થા “જૈના' (Federation of Jaina Associations of North America) જે છેલ્લાં વીસ વર્ષોથી પોતાની પ્રક્રિયાઓથી જૈન ધર્મનો ધ્વજ અમેરિકા અને કેનેડામાં ફરકાવી રહી છે તેનું દ્વિવર્ષીય સંમેલન (Biennial Convention) જે વારાફરતી અમેરિકા અને કેનેડાનાં પ્રમુખ શહેરોમાં સંપન્ન થાય છે, હવે એક સફળ પરંપરા બનીને ઊપસી આવી છે. છેલ્લું કન્વેશન શિકાગો શહેરમાં સન ૨૦૦૧માં થયું જેમાં ૮૦૦૦ જૈનો ઉપસ્થિત હતા અને ત્રણ દિવસ સાથે રહીને માત્ર ધર્મલાભ કર્યો એટલું જ નહીં પણ ધર્મની છબીને વધુ ઊંચે લાવ્યા. આ કન્વેન્શનમાં મેં મારા મુખ્ય અતિથિ ભાષણમાં કહ્યું, હું અમેરિકા અને કેનેડામાં વસેલા જૈનોને હાર્દિક અભિનંદન આપું છું. તમે સાચા અર્થમાં “ધર્મદૂત છો જેમણે જૈન ધર્મના વૈશ્વિકીકરણમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે અને પાશ્ચાત્ય દુનિયામાં જૈન ધર્મની અનોખી ઓળખ બનાવી છે. અહિંસા ધર્મ, પર્યાવરણ ધર્મ, નૈતિકતા ધર્મ અને શાંતિધર્મના રૂપમાં. તમારી આસ્થા અને ઉત્સાહને જોઈને લાગે છે કે તમારા વ્યક્તિત્વમાં પુન: જૈનત્વ અવતરણ પામ્યું છે. તમે સ્વયં કેવળ ધર્મનું પાલન આટલી લગન અને સંપૂર્ણ 216 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266