Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 198
________________ નમોકાર મંત્રનું મહાભ્ય નમોકાર મંત્રનો અર્થ ખૂબ ગહન અને આધ્યાત્મિક છે. “નમો” અર્થાત્ નમન', “નમસ્કાર', “પ્રણામમાં, અહંના ત્યાગની ભાવના અને ઉદાત્ત પ્રત્યે આદરની અભિવ્યક્તિ સમાયેલી છે. જ્યારે આપણે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને નમન કરીએ છીએ, ત્યારે આપણે અપરિગ્રહ અને વીતરાગને નમન કરીએ છીએ. એ બધાએ મોહ, માયા, અહંકાર બધાનો ત્યાગ કર્યો અને અનુસરણીય બની ગયા. એમનું ધ્યાન કરવાથી તન-મનના બધા કષાય ક્ષીણ થાય છે. મમત્વ અને રાગ-દ્વેષનું વિસર્જન થાય છે, ચેતના જાગ્રત થાય છે, આત્મસંકલ્પ વધે છે, સાધકનું આત્મબળ ગતિશીલ થઈ જાય છે અને ઇન્દ્રિયદમન વડે માનસિક શાંતિ મળે છે. મંત્રનું ઉચ્ચારણ અથવા જાપ આપણને પોતાના અંત:કરણના ઊંડાણ સુધી પહોંચાડવામાં સમર્થ બની આપણી આંતરિક શક્તિના વિકાસમાં બહુમૂલ્ય સહાયતા પ્રદાન કરે છે. ચિત્તની ચંચળતા થંભી જાય છે અને આત્મનિયંત્રણને માટે મનનું ધ્યાન અત્યંત કેન્દ્રિત બની જાય છે. જૈન સમાજની યુવાપેઢીમાં “નમોકાર મંત્ર'ના મહત્ત્વને સુચારુ રૂપે સમજાવવાની જરૂર છે, જેનાથી મંત્ર દ્વારા એમના હૃદયમાં પ્રારંભથી જ મંગળવાણી સાંભળવાની વૃત્તિ અને ઇચ્છા બળવાન થાય અને સાત્ત્વિક સંસ્કારનું મૂળ ધરબી શકાય. આમ પણ નમોકાર મંત્ર આખા જૈન સમાજને એકતાના સૂત્રમાં બાંધી રાખવામાં અત્યંત સાર્થક સિદ્ધ બની શકે છે. સાથે જ જૈનેતર સમાજમાં નમોકાર મંત્રની જાણકારી એના માહાભ્યને વ્યાપક રીતે પ્રસિદ્ધ કરશે. આજના ઝડપી યુગમાં સાધારણ વ્યક્તિ કદાચ ધર્મગ્રંથોનાં અધ્યયન માટે સમય ન પણ ફાળવી શકે પરંતુ જો તે “નમોકાર મંત્રને ધ્યાન અને નિષ્ઠાથી સાંભળે, રટણ કરે અને આત્મસાત્ કરી લે તો એના અંતરમાં જૈન ધર્મ અને દર્શનનાં મૂળ તત્ત્વો ખીલી ઊઠશે અને એને ભૌતિક જીવનની ભીંસ અને કોલાહલમાં પણ આધ્યાત્મિક ઊર્જા મળતી રહેશે. શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરાના તૃતીય પટ્ટધર આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિએ એક પ્રવચનમાં કહ્યું : સાચેસાચ નમોકાર પદના દીર્ઘકાળ સુધી, નિરંતર શ્રદ્ધા, સત્કાર તથા બહુમાનપૂર્વક શ્રવણ, રટણ અને સ્મરણથી ઊર્જાશક્તિ વધી જાય છે અને 181 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266