Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 213
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ રિલિજિયન્સ)માં પસાર થયેલા “વિશ્વનૈતિકતાના ઘોષણાપત્ર'માં સત્ય બોલવું અને સત્ય આચરણ કરવું માનવતાને માટે જરૂરી ચાર દિશા નિર્દેશક સિદ્ધાંતોમાં સામેલ કરવામાં આવ્યું છે. અન્ય ત્રણ છે અહિંસા, ઈમાનદારી અને એકબીજા પ્રત્યે આદર અને સ્નેહ. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે : "We must cultivate truthfulness in all our relationships instead of dishonesty, dissembling and opportunism, we must courageously serve the truth and we must remain constant and trustworthy instead of yielding to opportunistic accommodation to life.” અર્થાત્ “આપણા બધા સંબંધોમાં આપણે બેઈમાની, તકનો લાભ અને કડવાહટની જગ્યાએ સત્યને પોષણ આપીને અને સંવર્ધિત કરવું જોઈએ. સત્યની સાધના સાહસથી કરવી જોઈએ. જીવનમાં તક પ્રમાણે સમાધાન કરવાના બદલે આપણે નિરંતર ભરોસામંદ બનવું જોઈએ.” - નિર્ભીકતા, નિ:સ્વાર્થ, નિ:સંકોચ અને નિષ્પક્ષતા સત્ય આચરણને માટે ખાસ જરૂરી ગુણતત્ત્વો અને વૃત્તિઓ છે. સત્ય અનુભૂતિ, અભિવ્યક્તિ અને આચરણ ત્રણેમાં પૂરી નિર્મળતા સાથે પ્રતિબિંબિત થવું જોઈએ. આચાર્ય રજનીશે એક પ્રવચનમાં કહ્યું છે કે આપણે પરમ સત્યને નથી જાણતા પરંતુ વ્યક્તિગત સત્યને જાણીએ છીએ – એની સાથે રહેવાનું શીખીએ, એનો સ્વીકાર કરીએ અને જોઈએ. સત્યની સ્વીકૃતિ જ મનુષ્યની પ્રામાણિકતાનું મૂલ્ય છે. ઉદાહરણમાં એમણે સત્યકામ જાબાલીની વાર્તા સંભળાવી જેના નામ પર મધ્યપ્રદેશના જબલપુર શહેરનું નામ પડ્યું છે. જાબાલીની મા એક વેશ્યા હતી. જાબાલી સત્યની શોધમાં અને બ્રહ્મવિદ્યાની તલાશમાં ઋષિ હરિદ્રમતના આશ્રમ પર પહોંચ્યો. જ્યારે ઋષિએ એના પિતાનું નામ પૂછ્યું તો તે બોલ્યો, મારા પિતાની જાણકારી ન તો મને કે ન તો મારી વેશ્યા માતાને છે. આમ સત્યકામ કરતાં પણ વધુ હિંમત - સાચું બોલનારી એની માતામાં હતી. જેણે પુત્રના માધ્યમથી લોકોને જાણ કરી. મા અને પુત્ર સત્યના સાચા સાધક હતા. 196 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266