Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 209
________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ खोजते खोजते ढल आती हैं, जीवन की शाम, सबका पता मिल जाता है, मगर अपना पता मिलता ही नहीं ।' જૈન ધર્મ વિનયમૂલક ધર્મ છે અને બીજા પ્રત્યે હીનતાનો ભાવ રાખવો એને પાપકર્મ માનવામાં આવે છે. માર્દવગુણથી ક્રૂરતા, દુર્જનતા, વેર-વૈમનસ્ય, ક્રોધ, પ્રતિશોધ જેવી બધી દુર્ભાવનાઓ કમજોર બનીને ધીરે ધીરે નાશ પામે છે. માર્દવગુણનો ધા૨ક મન, વચન અને કર્મમાં અહિંસા સંસ્કૃતિના માધુર્યથી પરિપૂર્ણ બની જાય છે. જેની ચિત્તવૃત્તિ સ્નિગ્ધ, શાંત અને મદરહિત છે એના ચિત્તમાં માર્દવ વ્યાપ્ત છે. વિખ્યાત દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીએ કહ્યું છે : “ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે દશધર્મ પરસ્પર એટલા જોડાયેલા છે કે તેઓ અલગ અલગ હોવા છતાં સંકલિત છે. માનસન્માનની આકાંક્ષા જીવનમાં કઠિનતા લાવે છે, મનમાં કઠોરતા આવવા લાગે છે. આ અનાદિકાળની કઠોરતાના કારણે જ આત્મા પોતાના માર્દવધર્મને ખોઈ બેઠો છે. આ કઠોરતાનો અથવા માન કરવારૂપ ભાવોનો પરિત્યાગ જ માર્દવ ધર્મના પ્રગટીકરણ માટે અનિવાર્ય છે.” (૩) ઉત્તમ આર્જવ : ‘મૃોવિઃ માર્રવક્’ અર્થાત્ ઋજુતા એટલે કે ચિત્તની સરળતાનું નામ આર્જવ છે. સ૨ળતા મનુષ્યમાં સદ્કાર્ય માટે એક અનુપમ ઊર્જા પેદા કરે છે. જે પ્રાણી મન, વચન, કાયાથી કુટિલતા, છળ, કપટ ન રાખતો હોય અને નિશ્ચલ હોય તે જ આર્જવધર્મને પાળી શકે છે. સ૨ળતાના કારણે મનુષ્ય હિંસા નહીં કરે, જિંદા હીં કરે અને કદાચ બીજા લોકો આમ કરતા હશે તો એનું સમર્થન નહીં કરે. આર્જવભાવ સમાજમાં પારસ્પરિક વિશ્વાસને દૃઢ કરે છે, દુર્ભાવ હટાવી દે છે અને મનુષ્યના ચિત્ત, વિચાર અને કાર્યને ક્લેશરહિત બનાવી દે છે. આર્જવધર્મી એવું કોઈ કામ નથી કરતો જેનાથી બીજાની કોઈ લાગણી ઘવાય અને એના મનને ઠેસ અથવા ધક્કો લાગે. આર્જવભાવમાં અહિંસાની સ્પષ્ટ ઝલક છે. વાંકદેખાપણું આત્મઘાતી છે અને બીજાને હાનિકારક છે. નિચ્છલતા અને નિષ્કપટતા આર્જવની ફળશ્રુતિ છે. Jain Education International 192 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266