Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનધર્મ પ્રકાશ. ઉપશમ રસલીલા, જાસ ચિત્તે વિરાજી, કિમ નરભવ કેરી, ધિમાં તેહ રાજ ગજ મુનિવર જેહા, ધન્ય તે જ્ઞાન ગેહા, તપ કરી કૃશ દેહા, શાંતિ પિયુષ મહા. ૨૪ “ત્રણા વાર સામર્શ' ઉપશમ પ્રધાનજ ચારિત્ર લખાયું છે. અથવા ઉપામ સાર છે પ્રવચને” જેનશાસનમાં ઉપશમ-નિષ્કષાયતાને જ પ્રધાન ગુણ તરીકે વખાણેલ છે તેથી એ ઉત્તમ ગુણની પ્રાપ્તિ કરવી, તેનું યત્નથી રક્ષણું કરવું, તેમજ તેની પુષ્ટિ કરવી અગત્યની છે. શ્રીમાન ઉપાધ્યાયજી સમતા શતકમાં કહે છે કે– ક્ષમા સાર ચંદન રર, રિચા ચિત્ત પવિત્ત; દયા વેલ મંડપ તળે, હે લહે સુખ મિત્ત, દેત ખેદ વર્જિત ક્ષમા, ખેદ હિત સુખ રાજ; તમે નહિં અચરજ કછું, કારણું સરિખે કાજ, ભાવાર્થહે ભવ્ય જનો ક્ષમા ( Tolerance) રૂપ શ્રેષ્ઠ ચંદન રસ તમારા પવિત્ર ચિત્તને સિંચે, તેમજ દયારૂપ મનહર લતામંડપ તળેજ રહે અને હે મિત્રો ! સ્વભાવિક શાન્તિને અનુભવે. જે ભવ્યામાં કંઈ પણ કચવાટ વિના સ્વકર્તવ્ય સમજી સહનશીલતા રાખે છે તે અખંડ સુખશાન્તિનો અદ્દભુત લાભ મેળવી શકે છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. કેમકે જે ઉત્તમ કારણનું યથાવિધ સેવન કરવામાં આવે છે તે તેથી ઉત્તમ કાર્યજ નિપજે છે. કદાચ કોઈ અજ્ઞાન પ્રાણ આપણને ગાલે આપે કે એવીજ બીજી ઉમર પ્રાય ચેષ્ટા કરે છે તેથી લગારે ચિત્તને ખિન્ન થવા દેવું જોઈએ નહિ. એમ કરવાથી પિલે અજ્ઞાન પ્રાણી છેવટે થાકીને વિરમી જશે. જે એવા પ્રસંગે ક્ષમા–શાન્તિ રાખવાને બદલે આકળાશ અધીરજ વ્યાકુળતા કે ધાદિક કષાય રૂ૫ અશાન્તિ આદરવામાં આવે તે એથી પ્રથમ આપણુંજ બગડશે અને સામાને પણ કશો ફાયદો થવા પામશે નહિ. જ્ઞાની પુરૂષે તે ત્યાં સુધી કહે છે કે “ગાળ દે તેને આશિષ દઈએ.” એક અગ્નિરૂપ થાય ત્યારે બીજાએ જળરૂપ થવું જોઈએ. સમતા રૂપ જળના પ્રવાહથી ક્રોધામિ તરત શાન્ત થઈ જશે. પણ જે પ્રજવલિત થયેલા ક્રોધાગ્નિમાં અધિક ઇંધન હોમવામાં આવશે તે તેથી જેતજેતામાં હોટે ભડકો થશે અને તે કઈ રીતે શાન્ત થવાને બદલે અનેક જીવોને અપાર હનિ કરે એવું મહેસું રૂપ પકડશે. તેથીજ શાસ્ત્રકાર એ ક્રોધાશિને ઉપશમાવી દેવાને ઉપાય બતાવે છે કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42