________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં કર્મ સંબંધી પ્રથા વિરતાર जैन साहित्यमां कर्म संबंधी ग्रंथोनो
વિસ્તાર.* ઘણા વખતથી હદયમાં એવી ઈચ્છા રહ્યા કરતી હતી કે જેને સાહિત્યના ધને માટે, શુદ્ધિને માટે, વૃદ્ધિને માટે, ઉત્તેજનને માટે, નિવારણ માટે તેમજ સંસ્કરણને માટે સંમેલનના રૂપમાં જેન વર્ગના વિદ્વાન અથવા વિદ્યા વિલાસી ગણાતા શ્રાવકવર્ગે એકત્ર મળવાની જરૂર છે. અને તે પ્રસંગે સ્થાન એવું રાખવું જોઈએ કે જ્યાં વિદ્વાન મુનિ મહારાજને સમુદાય પણ હેય. આ ઈચ્છાને અનેક સુજ્ઞ બંધુઓ તરફથી તે વિચારને પુષ્ટિ આપવા રૂપ અથવા સંમતિ દર્શાવવા રૂપ જળસિંચન થતું હતું અને તેથી તે ઈચ્છારૂપી વૃક્ષ વૃદ્ધિ પામ્યા કરતું હતું. એવા સમયમાં સેજતમાં એવું સંમેલન કરવાના ખબર મળતાં આનંદ ઉત્પન્ન થયે અને બની શકે તે થોડો પણ તેમાં ભાગ લેવા ઇચછા થઈ.
આ પ્રસંગે જણાવવાની આવશ્યકતા છે કે આધુનિક જૈન વર્ગ વ્યવહારિક કેળવણમાં પણ જોઈએ તે આગળ વધેલો નથી અને ધાર્મિક શાસ્ત્રોને અભ્યાસ કરીને તેના વિદ્વાન અથવા સાક્ષર કહેવાય તેવા શ્રાવક વર્ગમાં તે બહુ અ૮૫ છે અથવા બીલકુલ નથી એમ કહીએ તો પણ ચાલી શકે તેમ છે. મુનિ વર્ગમાંથી જે કે એના વિદ્વાનોની સંખ્યા ઉપલબ્ધ થાય તેમ છે; પરંતુ તે બધા કોઈ કારણને પામીને એકત્ર થાય અને જૈન સાહિત્યને માટે જરૂરના વિચારે કરે એ વખત તરતમાં પ્રાપ્ત થાય એ સંભવ જણાય છે. એટલે એવા વિદ્વાન મુનિ મહારાજની એકત્રતા થાય ત્યાંસુધી બેસી રહેવા કરતાં એ દિશામાં કોઈ પણ પ્રયત્ન કરે એ યોગ્ય છે એમ જણાય છે, અને તેને માટે વિદ્વાન કે સાક્ષર હૈ કિંવા ન પણ વિદ્યાવિલાસી હોય, જેન શાસ્ત્રો પર અંતઃકરણને પ્રેમ અને તેને ઓછા વત્તા પણ અભ્યાસી હોય, વધારે અભ્યાસ કરવાની ઉત્કંઠાવાળા હોય તેઓ એકત્ર મળે અને જૈન સાહિત્યના સંબંધમાં પર્યાલોચના કરે એ આવશ્યક અને ઉપયુક્ત લાગે છે. આ
- સાહિત્ય શબ્દ સંસ્કૃતમાં કાવ્યાદિના ગ્રથ માટે વાપરવામાં આવે છે, પરંતુ આ સંમેલનને જૈન સાહિત્ય સંમેલન કહેવામાં આવ્યું છે તેમાં જૈન સાહિત્ય શબ્દ જૈન ધર્મના તમામ પ્રકારના શાસેનો સમાવેશ કરવામાં આવ્યું
• જોધપુરમાં મળેલા જૈન સાહિત્ય સંમેલનમાં અમારી સભાના પ્રમુખ કુંવરજી આ દજીએ મેલ લેખ,
For Private And Personal Use Only