________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
se
જનધર્મ પ્રકાશ. *
ઠરાવ ૧૨ મ. આ સંમેલન પ્રત્યેક પ્રસિદ્ધ પત્રકારોને અને તેમાં પણ જૈન પત્રકારોને જૈન સાહિત્યની ઉન્નતિ-પ્રચાર કેવી રીતે થાય? તે સંબંધી વારંવાર આર્ટિકલે લખવાની ભલામણ કરે છે.
ઠરાવ ૧૩ મે, આ સંમેલન સારી રીતે જાણે છે કે-આના ઉદ અને લવ અનુસાર આનું કાર્ય કેટલું કઠીન છે ? અને આ સંમેલન એ પણ જાણે છે કે તે કાર્ય જૈનેતર જાતિ-સંસ્થાઓ અને વ્યક્તિઓની સહગિતા અને સદૂભાવના વિના પૂર્ણ થવું અસંભવિત છે કે જે અમારા સદશ ઉો અને લક્ષથી કામ કરી રહેલ છે. એટલા માટે આ સંમેલન આદર પૂર્વક તેઓને પ્રાર્થના કરે છે કેઆ સંમેલન તરફ તેઓ પોતાની સહાયતાનો હાથ લંબાવે.
ઠરાવ ૧૪ મે. આ સંમેલનની એક સ્થાયી કમીટી નીમવાની આવશ્યકતા એમ આ સંમેલન સ્વીકારે છે, કે જે કમીટી બીજું સંમેલન મળતાં સુધી આ સંમેલનમાં થયેલા ઠરાવનો બની શકે તેટલે અમલ કરવા પ્રયાસ શરૂ રાખે, અને બીજું રમેલન થાય ત્યારે ત્યાં સુધીમાં થયેલ કાર્યોને સંમેલન સમક્ષ રીપિટ રજુ કરે.
ઠરાવ ૧૫ મે. બીજું અધિવેશન કયાં અને કયારે કરવું? એને નિર્ણય કરવાની આવશ્યકતા છે. (આ ઠરાવને અંગે જૈન શાસન અંક ૩૭ મે વાંચવાથી જાણવામાં આવશે કે સાદરીના ગૃહસ્થોએ બીજા સંમેલન માટે આમંત્રણ કર્યું છે અને તે સ્વીકારવામાં આવ્યું છે. )
1 ઠરાવ ૧૬ મે.
સમેલન ઓફીસનું કાર્ય ચલાવવા માટે ખાસ એક સારા ફંડની આવશ્યક્તા છે.
(આ ઠરાવને અંગે સુમારે રૂપીઆ બે હજારનું ફંડ થયું છે. તે સંબંધી હકીકત પણ જૈનશાસન અંક ૩૭ મે વાંચવાથી જાણવામાં આવશે.)
ઠરાવ ૧૭ મે. આ સંમેલન પિતાના તરફથી તથા સમસ્ત જૈનસંઘ તરફથી શ્રીમાન છે. હર્મન જે કેબી સાહેબ પ્રતિ, તેઓના અવિશ્રાન્ત પાણ્ડિત્યપૂર્ણ પરિશ્રમને માટે કે જેથી જૈનશાસ્ત્રના પુનરુદ્ધાર અને ઉન્નતિમાં વિશ્વવ્યાપક અનુરાગ ઉપજ થવાનું શુભ પરિણામ થયું છે, તથા આ સંમેલનના કાર્યમાં પ્રાચીન જૈન પ્રાકૃત સાહિત્ય પર ગષણ પૂર્ણ નિબંધ વાંચીને સહાયતા દેવાને માટે, તથા સભાપતિ મહાશયની અપરિહાર્થ અનુપસ્થિતિમાં પ્રમુખનું આસન લેવા માટે પિતાની કૃતજ્ઞતા પ્રકાશિત કરે છે.
૧ રાજે દિવસે પ્રમુખ સાહેબ કલકત્તા તરફ વિદાય થયેલા હોવાથી તેમને પ્રમુખ થાન આપવામાં આવ્યું હતું.
For Private And Personal Use Only