________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાશ. જોધપુર મુકામે મળેલ પ્રથમ જૈન સાહિત્ય સંમેલનમાં પસાર થયેલા અગત્યના ઠરાવો.
ઠરાવ ૧ લો. નામદાર બ્રિટિશ સરકારને આભાર.
ઠરાવ ૨ જો. જોધપુરને નામદાર મહારાજાને તથા રિજટ સાહેબને આભાર.
ઠરાવ ૩ જ. રજપૂતાનાના એજટ ટુ ધી ગવર્નર જનરલ સર ઈ. જી, કેન સાહે બને ઉપકાર.
ઠરાવ જ છે.' જૈન સાહિત્ય સંબંધી તમામ લિખિત પુસ્તકે, હસ્તલેખે, પટ્ટાવલીઓ વિગેરે પ્રમાણિક સાહિત્યની એક સર્વત્ર મંજુર થયેલી રીતિ પ્રમાણે સાગે પાંગ નોટ અથાત્ લીસ્ટ થવાની અત્યંત આવશ્યકતા છે એમ આ સંમેલન માને છે, અને તેથી ભિન્નભિન્ન રજવાડાઓ, પુસ્તક ભંડાર, સંસ્થાઓ અને મુનિરાજ વિગેરે વ્યક્તિઓ કે જેમની પાસે અથવા જેમના સ્વામિત્વમાં એવી સામગ્રી ઉપસ્થિત હોય તેમને સન્માનપૂર્વક અરજ કરવામાં આવે છે કે પિતાપિતાના સંગ્રહની એવી યથાર્થ નેધ (લીસ્ટ) બનાવીને મેકલવાની કૃપા કરે.
ઠરાવ ૫ મ. ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં બી. એ. ના તેમજ બીજી પરીક્ષાના કેસમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે કેટલાક જૈનગ્રંથે દાખલ થએલા છે તે ખાતે તે તે યુનિવર્સિટીઓનો આભાર માનવામાં આવે છે. તદુપરાંત વિનતિ કરવામાં આવે છે કે પ્રીવિયસ વિગેરે યુનિવર્સિટીની જે જે પરીક્ષાના કેસમાં જેનશે દાખલ કરવામાં આવ્યા ન હોય તે તે કોર્સમાં તેના માટેના પ્ય ગ્રંથો દાખલ કરવા કૃપા કરે. આ સંબંધમાં છે અધિકારી પાસે આ સંમેલન તરફથી અરજકરવી.
ઠરાવ ૬ ઢો. જેસલમેર, મેડતા, પાટણ વિગેરે સ્થળે માં જે જે લેખી પુસ્તકોના અમૂહલ ભંડારો હજુ પણ જાહેરમાં મૂકવામાં આવતા નથી, અને જેની અંદર અમૂલ્ય પુસ્તકો હજુ પણ વિનાશ પામે છે, તેને જેન બધુઓએ સત્તર પ્રયત્ન પૂર્વક અટકાવ કર જોઈએ. આપણે અમૂલ્ય વારસે કોઈ પણ રીતે વિનાશ ન પામે તેમ કરવાની દરેક જૈન બંધુઓની ખાસ ફરજ છે.
3 આ કરાર અમારી સભાના પ્રમુખ કુવર આણંદજીએ રજુ કર્યો હતો તેની પુ. ટિમાં તેમણે આપેલું ભાણુ હવે પછી પ્રસિધ કર્મમાં માનશે.
For Private And Personal Use Only