________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન સાહિત્ય સંમેલન,
ઠરાવ ૭ મો. ભારત વર્ષની જે જે સભાઓ સંસ્થાઓ, અને ગૃહ તેમજ વ્યક્તિઓએ જેન સાડિત્યને સ ગ્રહ, સંસ્કરણ, પ્રકાશન તેમજ વ્યાખ્યાન કરવાનું ઉદાર તેમજ કષ્ટસાધ્ય કાર્ય શુદ્ધ વૃત્તિથી, શુદ્ધ રીતે કર્યું છે તે સર્વને આ સંમેલન હાર્દિક ધન્યવાદ આપે છે, અને તે સુ અવસર પિતાને પ્રાપ્ત થવાથી પિતાને પણ ધન્ય માને છે, અને આશા રાખે છે કે તે સભાઓ, સંસ્થાઓ વિગેરે તેમજ અન્ય સભાઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓ વિગેરે પણ તેવા પ્રકારને વિશુદ્ધ પ્રયાસ શરૂ રાખી આ સંમેલનને અનુગ્રહિત કરશે.
ઠરાવ ૮ મે, જેનતીમાં તેમજ અન્ય અનેક સ્થળોએ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનારા અનેક શિલા લેખે છે તેને તેમજ બીજા તામ્રપટાદિ જે હોય તેનો તેમજ મૂર્તિની નીચેના ભાગમાં કરવામાં આવેલા લેખોને એકત્ર સંગ્રહ કરવાની અત્યંત આવશ્યકતા છે, કારણ કે એ પણ આપણું સાહિત્યનું એક અંગ છે. આ કાર્ય માટે ખાસ એક કમીટી નીમીને તે દ્વારા તેમજ કઈ ભાગ્યવાન આત્મ ભાગ આપીને તે સંબંધી પ્રયાસ કરવા ધારે તે તે દ્વારા પ્રયત્ન શરૂ કરવાની ખાસ આવશ્યક્તા છે.
ઠરાવ ૯ મે, યુવાન પુરૂષના હૃદયમાં જૈન સાહિત્ય પ્રતિ અનુરાગ ઉત્પન્ન કરવા માટે તેમજ અન્ય સાહિત્યની તુલનામાં એના મહત્વનું સાચું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે અત્યાવશ્યક જૈન પાઠ્ય પુસ્તકોને બિલકુલ અભાવ દેખીને આ સંમેલન એવાં પુસ્તકની એક માળા કે જે સ્કુલ તથા કેલેજમાં ઉપયેગી થઈ શકે તેવી બનાવવાની આવશ્યક્તાને આગ્રહ પૂર્વક સ્વીકારે છે.
ઠરાવ ૧૦ મે. હિન્દુસ્તાન અને બહારના દેશમાં જૈન સાહિત્યના પ્રચારની ઉચિતતાને જાણુને, આ સંમેલન પરામશ દે છે કે–જૈન દર્શનના ઈતિહાસ, અધ્યાત્મ, અલંકાર, વિજ્ઞાન આદિના ઉપયુક્ત ગ્રન્થને ભિન્ન ભિન્ન હિન્દી અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે અને આજ ઉદ્દેશથી એ પણ પરામર્શ આપે છે કે, આ કાર્યમાં ભાગ લેવાવાળાઓને ઉત્સાહિત કરવાને માટે પારિતોષિક યા પુરસ્કાર નિયત કરવામાં આવે.
ઠરાવ ૧૧ મે. પ્રાચીન લેખની રક્ષાની આવશ્યક્તાને જાણતાં આ સંમેલન પરામર્શ આપે છે કે દેશના ભિન્ન ભિન્ન ભાગમાં વિકીર્ણ અને અરક્ષિત લેખે તેમજ સંગ્રહખ્ય વસ્તુઓની રક્ષાને માટે નિયત કરેલ કેન્દ્રમાં મ્યુઝિયમ ( અદ્ભુત સંગ્રહસ્થાન) સ્થાપિત કરવામાં આવે.
For Private And Personal Use Only