Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરોને અસત્ય પાદપ્રવેશ. ઠરાવ ૧૮ મે. આ સમેલન આપણું સભાપતિ મહામહોપાધ્યાય ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ, એ, પી, એચ, ડી, ને પિતાને સમય અને સગવડતાનો ઘણે ત્યય કરીને આ સંમેલનની કાર્યવાહીના પ્રમુખ બનવાને માટે હાર્દિક ધન્યવાદ આપે છે. અને તેઓની ગ્યતા, ચતુરાઈ તથા પાફિડન્ય પ્રતિ પિતાનું બહુમાન પ્રકાશિત કરે છે કે જેઓએ આ સંમેલનના પ્રથમ અધિવેશનની સફલતાને સિદ્ધ કરી છે. ઠરાવ ૧૯ મે. આ સમેલન, પં. શ્યામવિહારીલાલજી મિશ્ર એમ, એ જોધપુર રિજન્સી કસિલના મેમ્બરે જે પરિશ્રમ આ સંમેલનના પ્રથમ અધિવેશન સંબંધી લીધે છે, તથા આ અધિવેશનના કાર્યમાં હર સમયે જે સલાહ આપી છે, તેના માટે કૃતજ્ઞતા જાહેર કરે છે. 1 ઠરાવ ૨૦ મે. આ સમેલન શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મુનિરાજ શ્રી વિજયધર્મસૂરિ, જેઓ આ સમેલનના જન્મદાતા છે, તેઓને વિનયપૂર્વક વંદન કરે છે. અને તેઓશ્રી જેવા વિદ્વાન અને સ્વાર્થ ત્યાગી કૃપાળું મહાત્માની સંરક્ષતા તથા સંચાલકતા પ્રાપ્ત કરવાથી આ સમેલન પોતાનું ગાવું સમજે છે. दिगंबरोनो असत्य पादप्रवेश. જૈન ધર્મના ત્રણ ફિરકા પૈકી એક દિગબર પણ ગણવામાં આવે છે. શ્વેતાંબર આયના શાસ્ત્રમાં કહેલી હકીક્ત અનુસાર તે મત સુમારે ૧૭૦૦ વર્ષ પહેલાં નીકળે છે. અહીં તેમના મંતવ્યને અંગે વાદવિવાદ રૂપ લેખ લખવા ઈરછા ધરાવી નથી, પરંતુ તેમના તરફથી હાલમાં થોડાક વર્ષોથી શ્વેિતામ્બર સ્નાયના દરેક તીર્થોમાં જે કાંઈ પગપેસારે ઉદ્દે પાદપ્રવેશ કરવામાં આવે છે તેને ગે આ લેખ લખવામાં આવ્યા છે. તેમાં પ્રબળ કારણ ગયા માહ માસમાં પાલીતાણુ ખાતે તેમની પ્રાંતિક કોન્ફરન્સ મળેલી તેમાં તેમની રસેશન કમીટીના પ્રમુખે કરેલું ભાષણું છે, કે જેની અંદર “ સિદ્ધાચળ ઉપર વેતામ્બર ભાઈએ તેમનું એક નાનું દેરાસર અને અગાશી ( હાલમાં જે ધાબાના નામથી ઓળખાય છે) દળાવી બેઠા છે” એ તદ્દન અસત્ય ઉલેખ કરવામાં આવ્યો છે. એક દેરાસરની અંદર કે જેમાં પ્રતિષ્ઠિત મૂળનાયકજી શ્વેતામ્બર આમ્નાયના બિરાજમાન હોય તેમાં કદિ કોઈ માણસ ગમે તેવી છુટી મૂર્તિ ધાતુની યા આરસ વિગેરેની મૂકી દેય અને પછી તે મંદિરના માલેક હોવાનો દા ધરાવે છે. પાશી થઈને ઘરધણું થઈ પડવાની હકીકત કરતાં પણ વધારે ના પ્રકાર છે, વળી એક અગાશી કે જેને માટે પ્રથમ અનેક પ્રકારના મિશ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42