________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન પંચાંગ બનાવવાની રીતિ. હાલમાં તેની ખરી શૈલી સમજ્યા વિના કાર્તકી ને ચેત્રી જૈન પંચાંગને નામે પંચ બનવા માંડ્યા છે, ને તેથી તિથિ પવદિકમાં બહુ ગોટાળે થવા લાગે છે. તે સાથે એક નવા પંડિતે પણ તે સંબંધી પિતાની કલપનાથી ગોટાળે વળાવ્યું છે. એવા વખતમાં તેની ખરી શૈલી કે જે અમને ગુરૂ ગમથી પ્રાપ્ત થયેલી છે તે આ નીચે પ્રકટ કરવામાં આવી છે, તેથી નવા પંચાંગ બનાવનારે અનુસાર પંચાંગ બનાવવા કે જેથી એક ગચ્છમાં-એક સમુદાયમાં તિથિ પાદિકને ભેદ થાય નહીં. આ કાંઈ અમારી બુદ્ધિનું પરિણામ નથી, ગુરૂ મહારાજે પરંપરાનું સાર બતાવેલી શૈલી છે. તેથી તેનું અનુકરણ કરવામાં કોઈને હીનતા કે લઘુતા પ્રાપ્ત થાય તેમ નથી.
ગામે પંચાંગ બનાવવામાં પ્રથમ જોધપુરી શ્રીધર શીવલાલનું ચંડુ પંચાંગ કે જે ચુકી છે તેમાં બતાવેલ તિથિઓની વધઘટ પ્રમાણભૂત ગણી તે અનુસારે પંચાંગ બનાવીએ છીએ. ગુરૂ મહારાજે પણ તે પંચાંગ માન્ય કરવા કહેલું છે.
જૈન શાસ્ત્રમાં ઉદયગત તિથિ માનવાની કહી છે તે બરાબર છે, પરંતુ તિથિઓ બારે પાળવાની આવશ્યકતા હોવાથી ઉદયાત તિથિમાં પણ જો બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ, ચાદશ, પુર્ણિમા કે અમાવાસ્યાને ક્ષય હોય તે તે તે તિથિ પાળવાને માટે ક્ષયગત તિથિને તેની પાછળની તિથિને સ્થાને સ્થાન આપવું, ને પાછળની ન પાળવાની તિથિનો ક્ષય માનો. અને જે બાર તિથિ પૈકી કોઈ તિથિની વૃદ્ધિ હોય તે તે બે પૈકી બીજી તિથિને પાળવાની તિથિનું સ્થાન આપી પ્રથમની તિથિને નહીં પાળવાની પાછલી તિથિના દ્વિત્વનું સ્થાન આપવું. આમ કરવાથી ઉદયગત તિથિ માનવાની હકીક્ત મટી જતી નથી. ફક્ત પાળવાની બાર તિથિઓ કાયમ રાખવા માટે તેમ કરવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજનું એ પ્રમાણે કરવાનું વચન છે.
મહીનાઓમાં પણ તેજ પ્રમાણે પ્રવૃત્તિ રાખવાની કહેલી છે. એટલે કે શ્રાવણ બે હોય તે બીજા શ્રાવણમાં પર્યુષણ બેસે ને ભાદરવા સુદ ૪ થે સંવછરી આવે અને ભાદરવા બે હોય તે ખાસ સંવછરી પર્વ ભાદ્રપદ માસમાં રાખવાનું હોવાથી પહેલા (અધિક ) ભાદરવામાં પર્યુષણ બેસે ને બીજા-ખરા ભાદ્રપદમાં સંવછરી પર્વ આવે. તે જ પ્રમાણે કાર્તિક, ફાગુન ને અશાડ જે બે હેય તે ચોમાસા પર્વ બીજા કાર્તિક, ફાગુન ને અશાડમાં આવે. માસી ચંદશે અQાઈ પૂર્ણ થતી હોવાથી તેની અગાઉના સાત દિવસ લઈને તેના પ્રારંમને દિવસે અઠ્ઠાઈ બેસે એમ સમજવું. અને પુર્ણિમા સહિત નવ દિવસે પાળવા,
For Private And Personal Use Only